'જય શ્રીરામ' ન કહેતા યુવકને સળગાવ્યો, પોલીસે કહ્યું- પીડિતનું નિવેદન વિરાધાભાસી

News18 Gujarati
Updated: July 29, 2019, 2:53 PM IST
'જય શ્રીરામ' ન કહેતા યુવકને સળગાવ્યો, પોલીસે કહ્યું- પીડિતનું નિવેદન વિરાધાભાસી
યુવક સતત નિવેદનો બદલી રહ્યાનો પોલીસનો આક્ષેપ

બનાવ ધ્યાનમાં આવ્યા બાદ પોલીસે તાબડતોડ એક ટીમને ઘટનાસ્થળે મોકલી દીધી હતી.

  • Share this:
ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં એક યુવક શંકાસ્પદ હાલતમાં સળગી ગયો હતો. યુવક મુસ્લિમ છે. શરૂઆતમાં કહેવામાં આવી રહ્યું હતું કે અમુક લોકોએ મુસ્લિમ યુવકને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આવા દાવા બાદ પોલીસ તંત્રમાં ભૂકંપ આવી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકને જય શ્રીરામનો નારો બોલવાનું કહેવામાં આવ્યું હતું. યુવકે આવું કરવાનો ઇન્કાર કર્યા બાદ તેને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ તેના આરોપ નકારી દીધા છે.

બનાવ ધ્યાનમાં આવ્યા બાદ પોલીસે તાબડતોડ એક ટીમને ઘટનાસ્થળે મોકલી દીધી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસમાં માલુમ પડ્યું કે પીડિત યુવક અલગ અલગ નિવેદન આપી રહ્યો છે. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક મામલાની તપાસ કરી તો પીડિત યુવકની કહાની ખોટી હોવાનું સાબિત થયું હતું.

અમુક લોકોએ કેરોસિન છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ

હકીકતમાં ચંદૌલી જિલ્લાના સૈયદરાજાનો રહેવાશી ખાદિલ (ઉં.વ. 16) ઘરેથી બહાર નીકળ્યો હતો. થોડા સમય પછી તે સળગેલી હાલતમાં પરત ફર્યો હતો. યુવકે દાવો કર્યો કે અમુક લોકોએ તેને કેરોસિન છાંટીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તાત્કાલિક પોલીસને સૂચના આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી જિલ્લા પોલીસે યુવકને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જે બાદમાં યુવકને વારાણસીમાં રિફર કરવામાં આવ્યો હતો.

પરિવારના લોકોના કહેવા પ્રમાણે ખાલિદ દરરોજની જેમ આજે શૌચ માટે ગયો હતો. અડધા કલાક સુધી તે ઘરે પરત ન આવતા પરિવારના લોકો તેની શોધખોળ માટે નીકળ્યા હતા. આ સમયે પીડિત યુવક ખાલિદ અન્સારી ભાગતાં ભાગતાં ઘરે પહોંચ્યો હતો. આ અંગે પરિવારના લોકોએ પોલીસને જાણ કરી હતી.

અલગ અલગ નિવેદન આપી રહ્યો છે યુવકપોલીસની પૂછપરછમાં પીડિત યુવક સતત પોતાનું નિવેદન બદલી રહ્યો છે. સાથે જ અલગ અલગ ઘટનાસ્થળનો ઉલ્લેખ કરી રહ્યો છે. યુવક નેશનલ ઇન્ટર કોલેજમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે.

સ્થાનિકો અલગ કહાની રજૂ કરી રહ્યા છે

પોલીસે ઘટનાની ગંભીરતાને જોઈને ચાર કલાક સુધી ઘટનાસ્થળની તપાસ કરી હતી. આ મામલે ન્યૂઝપેપર વેચતા એક સ્થાનિક વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, તેણે સવારે યુવકને પોતાના ઘરની સામે મઝારમાંથી આગ લગાડીને ભાગતા જોયો હતો.

સારવાર દરમિયાન કિશોરનું નિવેદન

વારાણસીના કબીસ ચૌરા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કિશોરે નિવેદન આપ્યું છે કે, "હું દૂધારી બ્રિજ પાસેથી જઈ રહ્યો હતો ત્યારે ચાર લોકોએ મારું અપહરણ કરી લીધું હતું. બે લોકોએ મારા હાથ બાંધી દીધા હતા અને બે લોકોએ મારા પર કેરોસિન છાંટી દીધું હતું. બાદમાં તે લોકો દીવાસળી ચાંપીને ભાગી ગયા હતા." યુવકે બાદમાં એવો પણ દાવો કર્યો હતો કે તેને જય શ્રીરામનો નારો લગાવવાનું કહેવામાં આવ્યું હતું."
First published: July 29, 2019, 2:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading