Home /News /national-international /નાસિકમાં મુસ્લિમ ધર્મગુરુની હત્યા, સૂફી બાબાને માથામાં મારી ગોળી

નાસિકમાં મુસ્લિમ ધર્મગુરુની હત્યા, સૂફી બાબાને માથામાં મારી ગોળી

નાસિક (Nashik)જિલ્લાના યેઓલામાં અફઘાનિસ્તાનના રહેવાસી એક 35 વર્ષીય મુસ્લિમ સમુદાયના ધાર્મિક ગુરુની (Muslim spiritual leader)ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે

Muslim spiritual leader shot dead - મૃતકની ઓળખ ખ્વાજા સૈયદ ચિશ્તીના રુપમાં થઇ છે, તેઓ અફઘાનિસ્તાનના રહેવાસી હતા

નાસિક : મહારાષ્ટ્રના (maharashtra)નાસિક (Nashik)જિલ્લાના યેઓલામાં અફઘાનિસ્તાનના રહેવાસી એક 35 વર્ષીય મુસ્લિમ સમુદાયના ધાર્મિક ગુરુની (Muslim spiritual leader)ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જોકે અત્યાર સુધી મર્ડરનું કારણ સામે આવ્યું નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે અફઘાનિસ્તાનના રહેવાસી મુસ્લિમ સમુદાયના ધાર્મિક નેતાની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને ચાર લોકોએ અંજામ આપ્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના મુંબઈથી લગભગ 200 કિલોમીટર દૂર યેઓલા પાસે એમઆઈડીસી વિસ્તારમાં બની હતી.

એજન્સીના મતે પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ ખ્વાજા સૈયદ ચિશ્તીના રુપમાં થઇ છે. તેમને યેઓલાના સૂફી બાબા ના નામથી ઓળખવામાં આવતા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુમલોખોરોએ તેમના માથામાં ગોળી મારી હતી. જે કારણે તેમનું મોત થયું છે.

આ પણ વાંચો - લવ મેરેજ પછી પણ મિત્ર સાથે થઇ ગયો પ્રેમ, પતિએ કરી નાખી પત્નીની હત્યા

પોલીસે જણાવ્યું કે હુમલાખોરોની એક એસવીયૂ જપ્ત કરી લેવામાં આવી છે. ઘટનાને અંજામ આપ્યા પછી આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. યેઓલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને હત્યારાઓને પકડવા માટે પોલીસ દરોડા પાડી રહી છે.

પોલીસ જણાવી રહી છે કે આરોપીઓએ એક મેદાનમાં સૂફી બાબાને ગોળી મારી હતી. આ પછી આરોપી સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે ઘટનાસ્થળેથી એક ગાડી જપ્ત કરી છે.

આ પહેલા 21 જૂને મેડિકલની દુકાન ચલાવતા ઉમેશ કોલ્હેની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - પ્રેમી સાથે ભાગી રહેલી યુવતીનો માતાએ પીછો કરી પકડી લીધી, જાણો પછી શું થયું

કર્ણાટકમાં પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યા

કર્ણાટકના હુબલીમાં (Jyotishacharya Murder in Karnataka)પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યા (Jyotishacharya Chandrashekhar Murder) કરી નાખવામાં આવી છે. હુમલાવરો શિષ્યના વેશમાં આવ્યા હતા અને ઉપરાઉપરી ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી હતી. હુમલાખોરોએ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની (Jyotishacharya Chandrashekhar)હત્યા તે સમયે કરી જ્યારે હુબલીની એક હોટલમાં લોકોને મળવા માટે હોટલની લોબીમાં આવ્યા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે ચંદ્રશેખર ગુરુજી મૂળ રૂપથી બાગલકોટના રહેવાસી હતી અને કોઇ પારિવારિક કામ માટે હુબલી આવ્યા હતા. તે સરલ વાસ્તુ ના નામથી પ્રખ્યાત હતા.
First published:

Tags: Maharashtra, Murder case