Home /News /national-international /યૂપીની જેલોમાં આસ્થાનો અનોખો સંગમ, મુસ્લિમ કેદીઓ રાખી રહ્યા છે નવરાત્રિના વ્રત

યૂપીની જેલોમાં આસ્થાનો અનોખો સંગમ, મુસ્લિમ કેદીઓ રાખી રહ્યા છે નવરાત્રિના વ્રત

યૂપીની જેલોમાં મુસ્લિમ કેદીઓ રાખી રહ્યા છે નવરાત્રિના વ્રત

યૂપીની જેલોમાં બંદ કુલ મુસ્લિમ કેદીઓની સંખ્યા 500થી વધારે છે. નવરાત્રિના વ્રત રાખી રહ્યા છે. ન્યૂઝ 18ને હાલમાં 41 જેલોના રિપોર્ટ મળ્યા છે. તે અનુસાર આ 41 જેલોમાં બંધ કુલ મુસ્લિમ કેદીઓમાંથી 460ના નવરાત્રિના વ્રત પણ રાખ્યા છે.

    લખનઉ: જે લોકોના મોઢે ક્યારેક ખુદા અથવા રસૂલ નિકળતું હતું, હાલના દિવસોમાં તેમની જીભે દુર્ગા સપ્તશતીનો પાઠ છે.પહેલી નજરમાં તો આપને આ ધર્મ પરિવર્તનનો મામલો લાગશે, પણ આવું નથી. આધ્યાત્મની એક અનોખી ધારા હાલમાં યુપીની જેલોમાં વહી રહી છે. જ્યાં અસંખ્ય મુસ્લિમ કેદીઓ નવરાત્રિના વ્રત રાખી રહ્યા છે. હિન્દુ કેદીઓની સાથે દરરોજ ન ફક્ત માં દુર્ગાની આરાધના કરી રહ્યા છે, પણ તેમની સાથે ફળાહાર પણ કરે છે. એવું નથી કે તેમણે પોતાના ધાર્મિક કાર્યોથી કંટાળ્યા છે. પણ બંને ધર્મોના અનુષ્ઠાન સાથે સાથે ચાલી રહ્યા છે.

    યૂપીની જેલોમાં બંદ કુલ મુસ્લિમ કેદીઓની સંખ્યા 500થી વધારે છે. નવરાત્રિના વ્રત રાખી રહ્યા છે. ન્યૂઝ 18ને હાલમાં 41 જેલોના રિપોર્ટ મળ્યા છે. તે અનુસાર આ 41 જેલોમાં બંધ કુલ મુસ્લિમ કેદીઓમાંથી 460ના નવરાત્રિના વ્રત પણ રાખ્યા છે. જ્યારે 41 જેલોમાં જ આ આંકડો લગભગ 500ની નજીક છે. આખા રાજ્યની જેલોની વાત કરીએ તો, એક હજારથી પણ ઉપર જશે. બીજી બાજૂ ઈસાઈ કેદીઓએ પણ નવરાત્રિના વ્રત રાખ્યા છે. આ 41 જેલોમાં બંધ 14 હજારથી વધારે હિન્દુ કેદીઓએ નવરાત્રિ વ્રત રાખ્યા છે.

    આ પણ વાંચો: નવરાત્રિમાં ગરબા રસિકોમાં અવનવા ટેટૂનો વધ્યો ક્રેઝ; આવા ટેટુની લોકોમાં વધુ ડિમાન્ડ

    સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે, વર્ષ 2013માં જે મુઝફ્ફરનગર શહેરને રમખાણોમાં સળગાવી દીધું હતું, ત્યાંની જેલમાંથી સૌથી વધારે કેદીઓ નવરાત્રિના વ્રત રાખી રહ્યા છે. મુઝફ્ફરનગરની જેલના 218 મુસ્લિમ કેદીઓ હાલના દિવસોમાં માં દુર્ગાની આરાધના કરી રહ્યા છે. તે નવ દિવસના અખંડ વ્રત પર છે. અલીગઢ બીજા નંબર પર છે. જ્યાંની જેલના 69 મુસ્લિમ કેદીઓ પણ નવરાત્રિના વ્રત રાખી રહ્યા છે. બુલંદશહેર ત્રીજા નંબર પર છે, જ્યાં કુલ 21 મુસ્લિમ કેદીઓએ નવરાત્રિના વ્રત રાખ્યા છે. આવી જ રીતે લખનઉ, નોઈડા અને સિદ્ધાર્થનગરમાં 11, અયોધ્યાનમાં 9 અને ગોરખપુરમાં 5 કેદીઓએ નવરાત્રિના વ્રત રાખ્યા છે.



    જેલ વિભાગના ડિરેક્ટર આનંદ કુમારે ન્યૂઝ 18 સાથે વાતચીતમાં કહ્યું કે, જેલોમાં સાંપ્રદાયિક સૌહાર્દનું આ એક જ્વલંત ઉદાહરણ સામે આવ્યું છે. તેના માટે કોઈને કહેવાયુ નથી. પણ તમામે પોતાની ઈચ્છાથી નવરાત્રિના વ્રત રાખ્યા છે. વ્રત દરમિયાન ખાવા પીવાની વ્યવસ્થા ગંભીરતાથી જેલ પ્રશાસન કરી રહ્યું છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Navratri 2022

    विज्ञापन
    विज्ञापन