અયોધ્યા જઇ રહેલા હિન્દુઓનું મુસ્લિમોએ કર્યું સ્વાગત, માળા પહેરાવી કરી પુષ્પવર્ષા

News18 Gujarati
Updated: November 24, 2018, 8:51 PM IST
અયોધ્યા જઇ રહેલા હિન્દુઓનું મુસ્લિમોએ કર્યું સ્વાગત, માળા પહેરાવી કરી પુષ્પવર્ષા

  • Share this:
25 નવેમ્બરે વિશ્વ હિન્દુ પરિષદની પ્રસ્તાવિત ધર્મસભામાં સામેલ થવા માટે રામભક્તોનું ગ્રૂપ અયોધ્યા પહોંચી રહ્યાં છે. તો વિપક્ષી પાર્ટી આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપી ફાયદો ખાળવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ વાસ્તવિક્તા કંઇક અલગ જ છે. કારણ કે લખનઉના બારાબંકીના મુસલમાનોએ પરસ્પર ભાઇચારાનું આગવું ઉદાહરણ આપ્યું છે. અહીં મુસ્લિમોએ ટ્રેમમાં જઇ રહેલા રામભક્તોનું ફૂલમાળા અને પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો 'ચાર ચાર બંગડી' ફેમ કિંજલ દવેનો જન્મદિવસ, તસવીરોમાં જુઓ અત્યારસુધીની સફર

કાનપુરથી અયોધ્યા ધર્મસભામાં સામેલ થવા જઇ રહેલા રાહુલે જણાવ્યું કે તે અયોધ્યા જઇ રહ્યાં છે પરંતુ બારાબંકીમાં મુસ્લિમ ભાઇઓએ તેમનું સ્વાગત કર્યું, જે મારા માટે ભાવુક ક્ષણ હતી. તો રામભક્તોનું સ્વાગત કરનારા મુસ્લિમ સનાના રાજા કાસિમ અને જુબેર અહમદે કહ્યું કે ભગવાન રામ આપણા ઇમામુલ હિન્દ છે, તેમનું મંદિર બનવું એક ગૌરવની વાત છે.

તેઓએ કહ્યું કે ભારતનો દરેક મુસલમાન ઇચ્છે છે કે અયોધ્યામાં શ્રીરામનું મંદિર બને, જો રામ મંદિર અયોધ્યામાં નહીં બન્યું તો શું અફઘાનિસ્તાનમાં બનશે, ભગવાન રામ અમારા પણ ભગવાન છે, આ મંદિર બની જશે તો જે લોકો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેમની બોલતી બંધ થઇ જશે.

બારાબંકીની ભાજપની સાંસદ પ્રિયંકા રાવતે કહ્યું કે પ્રભુ શ્રીરામ તમામ હિન્દુસ્તાનીઓના આરાધ્ય છે, મુસલમાનોની આ પુષ્પવર્ષાથી સાબિત થાય છે કે આપણે બધા એક છીએ. ધર્મસભામાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં રામભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે.
First published: November 24, 2018
વધુ વાંચો
अगली ख़बर