UP Muzaffarnagar Kanvar yatra : શ્રદ્ધાને જાતિ-ધર્મનું બંધન નથી! મુઝફ્ફરનગરમાં રહેતા ખેતરમાં મજૂરી કરતા મુસ્લિમ યુવક ફૈઝ મોહમ્મદ ભોલે બાબાના ભક્ત બની કાવડ યાત્રા કરી રહ્યા છે. 5 વર્ષ પહેલા બાબા ભોલેનાથ સ્વપ્નમાં દેખાયા હતા. ત્યારથી તે હરિદ્વારથી મેરઠના કાલી પલ્ટન ઔંધડનાથ મંદિરમાં ગંગાજળ ચઢાવી રહ્યા છે. નામની આગળ ફૈઝ મોહમ્મદ ઉર્ફે શંકર લખવાનું શરૂ કર્યું.
હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચુકી છે, ભગવાન શિવ પ્રત્યે પ્રેમના પ્રતીકરૂપે દેશભરમાંથી લાખો શિવભક્તો માતા ગંગાનું જળ લેવા માટે ઉત્તરાખંડના હરિદ્વાર પહોંચી રહ્યા છે.(shravan Kanvar Yatra) આ ભક્તિના ભાગ રૂપે મુઝફ્ફરનગરમાં રહેતા મુસ્લિમ યુવક ફૈઝ મોહમ્મદ પણ ભોલે બાબાના ભક્ત બની કાવડ યાત્રા કરી રહ્યા છે. ફૈઝે જણાવ્યું કે 5 વર્ષ પહેલા બાબા ભોલેનાથ તેમને સ્વપ્નમાં દેખાયા હતા. ત્યારથી તે મહાદેવજીના ભક્ત બની ગયા, સતત ભોલેનાથનું નામ રટતાં કાવડ લેવા જાય છે. ફૈઝ કહે છે કે શ્રદ્ધાને જાતિ-ધર્મનું બંધન નથી. મને શિવમાં શ્રદ્ધા છે. તે મન અને પ્રેમનું મિલન છે. (UP religious harmony) આ વખતે તેઓ શિવરાત્રિ પર મહાદેવને જલાભિષેક કરશે.(faiz named Shankar)
જણાવી દઈએ કે, ફૈઝ મોહમ્મદ મૂળ મુઝફ્ફરનગરના ગામ કાધલીનો રહેવાસી છે અને હાલ મેરઠ બાયપાસના એક ખાનગી ખેતરમાં મજૂરી કરે છે. શુક્રવારે જ્યારે ખતૌલી ગંગાનહર ટ્રેક પર ત્રિવેણી સુગર મિલના કાવડ સેવા કેમ્પમાં પહોંચ્યા, ત્યારે કંવડીયાઓ સાથે આયોજકોએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું. પાંચ વાર કાંવડ લાવ્યા બાદ, તેણે પોતાના નામની આગળ ફૈઝ મોહમ્મદ ઉર્ફે શંકર લખવાનું શરૂ કર્યું. પહેલા તે એકલો જ કાંવડ યાત્રા કરતો હતો, પરંતુ આ વર્ષે તેના ગામનો વિશંબર પણ તેની સાથે જોડાયો છે.
ફૈઝ કહે છે કે તેઓ જાતિ-ધર્મમાં માનતા નથી. તે ભગવાન શંકરના ભક્ત છે. તેમના આશીર્વાદથી કાંવડ લાવી રહ્યા છે. તેઓ પાછલા પાંચ વર્ષથી હરિદ્વારથી મેરઠના કાલી પલ્ટન ઔંધડનાથ મંદિરમાં ગંગાજળ ચઢાવી રહ્યા છે. આ વર્ષે શિવરાત્રી પર બાગપતના પુરા મહાદેવમાં છઠ્ઠી વાર કાંવડ જળ ચઢાવશે. તેમનું કહેવું છે કે કેટલાક લોકો રાજનીતિ માટે ધર્મમાં ભાગલા પાડે છે અને નફરત ફેલાવે છે. તેમને આવા લોકો સાથે કોઈ લેવાદેવા નથી. ફૈઝે ભાઈચારાની સાથે સૌહાર્દનો સંદેશ ફેલાવવાની પહેલ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર