બિહારમાં નામ કહેવા પર મુસ્લિમ યુવક પર હુમલો, હુમલાખોરે કહ્યુ, 'પાકિસ્તાન જાઓ'

News18 Gujarati
Updated: May 27, 2019, 3:34 PM IST
બિહારમાં નામ કહેવા પર મુસ્લિમ યુવક પર હુમલો, હુમલાખોરે કહ્યુ, 'પાકિસ્તાન જાઓ'
મુસ્લિમ યુવક પર હુમલો

કુમ્ભી ગામ ખાતે ડિટર્જન્ટ સેલ્સમેન તરીકે કામ કરતા મોહમ્મદ કાસીમે હુમલાખોરની ઓળખ રાજીવ યાદવ તરીકે કરી છે.

  • Share this:
પટના : બિહારના બગૂસરાય જિલ્લામાં એક મુસ્લિમ યુવક પર ગોળીબાર કરવામાં આવ્યો છે. હુમલાખોરે યુવકનું નામ પૂછ્યા બાદ તેના પર ગોળી ચલાવી હતી. ઘાયલ યુવક પોતાની સાથે બનેલા બનાવ અંગે જણાવતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કુમ્ભી ગામ ખાતે ડિટર્જન્ટ સેલ્સમેન તરીકે કામ કરતા મોહમ્મદ કાસીમે હુમલાખોરની ઓળખ રાજીવ યાદવ તરીકે કરી છે. કાસીમના કહેવા પ્રમાણે બનાવ બન્યો ત્યારે રાજીવ યાદવ દારૂના નશામાં હતો. પોતાના પર થયેલા હુમલા અંગે કાસીમ કહે છે કે, "રાજીવે મને અટકાવ્યો હતો અને મારું નામ પૂછ્યું હતું. જ્યારે મેં તેને મારું નામ જણાવ્યું ત્યારે તેણે મને કહ્યું કે મારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ. બાદમાં તેણે મારા પર ફાયરિંગ કર્યું હતું."

ધ હિન્દુ પેપરના જણાવ્યા પ્રમાણે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ નથી થઈ. એસપી અવકાશ કુમારના જણાવ્યા પ્રમાણે આરોપીને શોધવા માટે ઠેરઠેર તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : મુસ્લિમ યુવકની ટોપી ઉતરાવી, જય શ્રીરામ ન કહેવા પર મારપીટ કરી

કાસિમના જણાવ્યા પ્રમાણે પીઠ પર ગોળી ચલાવ્યા બાદ યાદવ તેની રિવોલ્વરમાં બીજી ગોળી ભરી રહ્યો હતો પરંતુ તેણે તેને ધક્કો મારી દીધો હતો અને તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. કાસિમના કહેવા પ્રમાણે યાદવના હાથમાં ગન જોઈને અહીં હાજર તમામ લોકો ડરી ગયા હતા, આથી કોઈ મદદ પણ આવ્યું ન હતું.

કાસિમના કહેવા પ્રમાણે તેણે આ બનાવ અંગે ગામના વડાને જાણ કરી હતી પરંતુ કોઈ મદદ કરી ન હતી. બાદમાં તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાંથી પોલીસ તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી.હુમલા માટે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ બીજેપી તરફ આગંળી ચીંધી હતી. ઓવૈસીએ કહ્યું કે, "ફક્ત નામ કહેવાથી કાસિમ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. રાજીવમાં આવી હિંમત ક્યાંથી આવી? બીજેપીની નેતાગીરી સતત અમારું મનોબળ તોડી રહી છે અને અમારું નામ પાકિસ્તાન સાથે જોડી રહી છે. તેમની નજરોમાં અમે મનુષ્ય નથી, અમને શિકાર બનાવવામાં આવી રહ્યા છે."
First published: May 27, 2019
વધુ વાંચો
अगली ख़बर