અયોધ્યામાં ભૂમિ પૂજન પર મુસ્લિમ નેતાની ધમકી, મંદિર તોડીને મસ્જિદ બનાવીશું

અયોધ્યામાં ભૂમિ પૂજન પર મુસ્લિમ નેતાની ધમકી, મંદિર તોડીને મસ્જિદ બનાવીશું
ઓલ ઈન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ મોહમ્મદ સાજિદ રાશિદીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ઓલ ઈન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષે કહ્યું, વિવાદાસ્પદ સ્થળ પર ક્યારેય મંદિર નહોતું. ત્યાં બાબરી મસ્જિદ હતી અને એ જ રહેશે

 • Share this:
  અયોધ્યા/નવી દિલ્હી: રામની નગરી અયોધ્યા (Ayodhya)માં વર્ષો બાદ રામ મંદિર નિર્મણ (Ram Mandir Bhumi Pujan) માટે આયોજિત ભૂમિ પૂજનના એક દિવસ બાદ ઓલ ઈન્ડિયા ઇમામ એસોસિએશન (All India Imam Association)ના અધ્યક્ષે ભડકાવનારું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના હસ્તે ભૂમિ પૂજન અને શિલાન્યાસ કર્યા બાદ ઓલ ઈન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ મોહમ્મદ સાજિદ રાશિદી (Mohd. Sajid Rashidi) એ મંદિર તોડી પાડવાની ધમકી આપી છે. રાશિદીએ કહ્યું છે કે રામ મંદિર તોઢીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવશે. તેઓએ કહ્યું કે વિવાદાસ્પદ સ્થળ પર ક્યારેય મંદિર નહોતું. ત્યાં બાબરી મસ્જિદ હતી અને એ જ રહેશે.

  સમાચાર એજન્સી ANIએ મોહમ્મદ સાજિદ રાશિદીનું આ નિેવેદન ટ્વિટ કર્યું છે. ANI મુજબ, રાશિદીએ કહ્યું કે, ઈસ્લામ કહે છે કે એક મસ્જિદ હંમેશા એક મસ્જિદ હશે. તેને બીજું કંઈ બનાવવા માટે તોડી ન શકાય. અમારું માનવું છે કે ત્યાં એક મસ્જિદ હતી અને હંમેશા એક મસ્જિદ જ રહેશે. મસ્જિદને મંદિર ધ્વસ્ત કર્યા બાદ નહોતી બનાવી, પરંતુ હવે મસ્જિદ બનાવવા માટે મંદિરને ધ્વસ્ત કરવામાં આવી શકે છે.
  આ પણ વાંચો, ...જ્યારે હેલિકોપ્ટરમાંથી ઉતરી PM મોદીએ કહ્યું, યોગીજી આજે તો તમે બહુ ખુશ થઈ રહ્યા હશો

  મૂળે, અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનના પહેલા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ એ વિવાદાસ્પદ ટ્વિટ કરીને કહ્યું હતું કે, બાબરી મસ્જિદ હંમેશા હતી અને રહેશે.

  આ પણ વાંચો, India China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી

  સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઊભા કરતાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કહ્યું છે કે ચુકાદો અન્યાયપૂર્ણ, દમનકારી, શરમજનક છે. બહુમતી તુષ્ટીકરણના આધારે ભૂમિનું પુનર્નિધારણ કરી દેવામાં આવ્યું હતું.
  Published by:Mrunal Bhojak
  First published:August 06, 2020, 14:52 pm

  ટૉપ ન્યૂઝ