મુસ્લિમ યુવકે શીખ પાઘડી પહેરીને પઢ્યા નિકાહ, સોશિયલ મીડિયામાં Pic વાયરલ

મુસ્લિમ યુવકની તસવીર

જે પછી તેના નિકાહની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

 • Share this:
  દિલ્હી હિંસાની વચ્ચે તેવી કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી જે હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇની એકતાને વાચા આપતી હતી. માનવતા અને ભાઇચારાની આવી જ ઘટનાઓમાં હિંદુ યુવતીના લગ્નમાં મુસ્લિમ યુવકો દ્વારા પહેરો આપવા અને નિકાહ વખતે શીખ પઘડી પહેરવાની સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

  પંજાબના ગિદડબાડામાં અબ્દુલ હકીમે પોતાના નિકાહમાં શીખ પઘડી પહેરી. ગત દિવસોમાં દિલ્હીમાં થયેલા તોફાનોમાં શીખ સમુદાયના લોકો દ્વારા મુસ્લિમ લોકોને આશરો આપવાની વાતથી પ્રેરિત થઇને અબ્દુલે પોતાના નિકાહમાં આ શીખ પઘડી પહેરી હતી.

  જે પછી તેમના નિકાહની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ તસવીરોને રેશ્મા આલમ નામની યુવતીના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી. અને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.  અબ્દુલના નિકાહમાં ખાલી તેમણે જ નહીં પણ ફતેહગઢ સાહિબના પંજોલી ગામના કેટલાક યુવકોએ પણ શીખ પઘડી પહેરી હતી. આ ખબર લખાઇ ત્યા સુધીમાં આ તસવીરને 50 હજાર વધુ રિટ્વિટ ટ્વટિર પર મળી ચૂક્યા છે.

  ત્યારે મુસ્લિમ યુવકે શીખ પઘડી પહેલીને નિકાહ જેવા ખાસ રિવાજને નિભાવ્યા પર લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટ લખ્યું કે "પહેરવેશથી કોઇ ફર્ક નથી પડતો, માણસની અંદર પ્રેમ હોવો જોઇએ" વધુ એક યુઝર્સે લખ્યું કે હિંદુસ્તાનમાં જ આવી એકતાની મિસાલ જોવા મળી શકે છે. તો અન્ય એક યુઝ્સે લખ્યું કે ભારતના વિકાસ માટે તમામ ધર્મોના લોકોએ મળીને રહેવું જરૂરી છે.
  Published by:Chaitali Shukla
  First published: