કાશીમાં મુસ્લિમ યુવતીએ રામ મંદિરમાં આપ્યું દાન, ટેટૂ બનાવીને કહ્યું- શ્રીરામ અમારા પૂર્વજ

કાશીમાં મુસ્લિમ યુવતીએ રામ મંદિરમાં આપ્યું દાન, ટેટૂ બનાવીને કહ્યું- શ્રીરામ અમારા પૂર્વજ

દાન આપનાર મુસ્લિમ યુવતીએ કહ્યું - આપણે દરેક ધર્મને સન્માન આપવું જોઈએ અને આ જ સન્માન અને ભક્તિના કારણે મેં શ્રીરામ મંદિરના નિર્માણમાં 11 હજાર રૂપિયા યોગદાન આપ્યું છે

 • Share this:
  વારાણસી : રામ મંદિરને લઈને દેશમાં કેટલી બધી ઉત્સુકતા છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે કાશીમાં રામ મંદિર નિર્માણ (Ram Mandir Nirman)માટે 3 કરોડ રૂપિયા દાન જમા થઈ ગયું છે. આ અભિયાનમાં અયોધ્યાના મુસ્લિમ પણ ભાગ લઈ રહ્યા છે. પવિત્ર નગરીની ધર્મનિરપેક્ષતા અને સમન્વયતા વધારવા માટે ઇકરા અનવર ખાને રામ મંદિરના નિર્માણ માટે 11 હજાર રૂપિયાનું દાન આપ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે મુસ્લિમ યુવતીએ હાથમાં શ્રીરામના નામનું સ્થાયી ટેટૂ બનાવી લીધું છે.

  તમને જણાવી દઈએ કે ઇકરા અનવર ખાન લો ની વિદ્યાર્થિની છે. તેણે રામ મંદિરના ભૂમિપૂજનના સમયે શ્રીરામનું સ્થાયી ટેટૂ પણ પોતા હાથ પર બનાવ્યું છે. હવે તેણે મંદિર નિર્માણ માટે 11 હજાર રૂપિયા દાન આપ્યા છે. ઇકરા અનવરનું કહેવું છે કે રામ અમારા પૂર્વજ છે અને આપણે મળીને મંદિરનું નિર્માણ કરવું જોઈએ. રાજકારણીઓ જ ધર્મને વહેંચવાનું કામ કરે છે, આપણે તેનાથી ભાગલા પાડવા ના જોઈએ. આપણે દરેક ધર્મને સન્માન આપવું જોઈએ અને આ જ સન્માન અને ભક્તિના કારણે મેં શ્રીરામ મંદિરના નિર્માણમાં 11 હજાર રૂપિયા યોગદાન આપ્યું છે. રામ મંદિર ભવ્ય રૂપમાં બનશે અને હું શ્રીરામના દર્શન કરવા માટે ત્યાં જઇશ.

  આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાની જીત પર PM મોદીએ આપ્યા અભિનંદન, BCCI આપશે 5 કરોડ રૂપિયા બોનસ

  મુસ્લિમ યુવતીએ હાથમાં શ્રીરામના નામનું સ્થાયી ટેટૂ બનાવી લીધું છે


  અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદે કહ્યું કે ઇકરા અનવર એવી પ્રથમ મુસ્લિમ યુવતી છે જેણે રામ મંદિરના નિર્માણના ધન સંગ્રહમાં 11 હજાર રૂપિયાની રકમ ચેકના માધ્યમથી આપી છે.

  ઉલ્લેખનીય છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે જન સંપર્ક અને યોગદાન અભિયાન ચાલી રહ્યું છે. જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે.
  Published by:Ashish Goyal
  First published: