Home /News /national-international /મોહબ્બત સામે ગ્રામ પંચાયત ઝૂકી: મુસ્લિમ યુવતીએ હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા, આખું ગામ જાનમાં જોડાયું

મોહબ્બત સામે ગ્રામ પંચાયત ઝૂકી: મુસ્લિમ યુવતીએ હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા, આખું ગામ જાનમાં જોડાયું

બંનેના ફરાર થવાને લઈને ગામમાં લાંબા સમય સુધી તંગદિલી પ્રવર્તી હતી પરંતુ સ્થિતિ સામાન્ય થતાં લોકો બંનેની લાગણી સમજી ગયા હતા.

બંનેના ફરાર થવાને લઈને ગામમાં લાંબા સમય સુધી તંગદિલી પ્રવર્તી હતી પરંતુ સ્થિતિ સામાન્ય થતાં લોકો બંનેની લાગણી સમજી ગયા હતા. પછી લગ્ન કરવાનું નક્કી થયું અને બંનેને બોલાવીને લગ્ન કરાવડાવ્યા હતા.

  • Local18
  • Last Updated :
  • Bihar, India
બિહાર: જો પ્રેમ સાચો હોય તો જાતિ અને ધર્મની દીવાલો તેને રોકી શકતી નથી. આવું જ કંઈક બિહારના છપરામાં જોવા મળ્યું છે. ખરેખરમાં અહીં એક મુસ્લિમ છોકરીને એક હિન્દુ છોકરા સાથે પ્રેમ થઈ ગયો અને સમાજે આ પ્રેમ સામે ઝુકવું પડ્યું. એટલું જ નહીં ગ્રામ પંચાયતે આ પ્રેમને સામાજિક માન્યતા આપી અને બંનેએ ગ્રામજનોની હાજરીમાં લગ્ન કરી લીધા હકા. જોકે લગ્ન પહેલા બંને ગામમાંથી ભાગી ગયા હતા.

બંનેના ફરાર થવાને લઈને ગામમાં લાંબા સમય સુધી તંગદિલી પ્રવર્તી હતી પરંતુ સ્થિતિ સામાન્ય થતાં લોકો બંનેની લાગણી સમજી ગયા હતા. પછી લગ્ન કરવાનું નક્કી થયું અને બંનેને બોલાવીને લગ્ન કરાવડાવ્યા હતા. જ્યારે છાપરાના ગરખામાં સોમવારે આ લગ્નને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બધાએ આ નવા કપલને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાંથી માવઠું ક્યારે જશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મળતી માહિતી મુજબ, રીના પ્રસાદના પુત્ર રાજા બાબુ અને સાબીર અલી શાહની પુત્રી નિશાને શાળાના સમયથી જ આંખો મળી ગઇ હતી. જ્યારે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ ગાઢ બન્યો હતો. દરમિયાન એક દિવસ તક મળતાં બંને ગામ છોડીને ભાગી ગયા હતા. આ અંગે બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો પરંતુ બાદમાં ગ્રામ પંચાયતે પરિસ્થિતિને સંભાળી હતી અને બંને વચ્ચે વાતચીત કરીને પ્રેમને સાકાર કરવા સંમત થયા હતા. યુવતીએ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાનું સ્વીકાર્યું અને ત્યાર બાદ લગ્ન ગરખામાં કરવામાં આવ્યા.

છોકરાની માતાએ પંચાયતના આ ઉમદા કાર્યની પ્રશંસા કરી

ગામના લોકો આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. લોકોનું કહેવું છે કે જો બંનેની સંમતિ હોય તો ગ્રામ પંચાયતને કોઈ વાંધો નથી. આ લગ્નમાં રાજા બાબુની માતા ચંદા દેવી પણ આવી હતી. તેણે કહ્યું કે તે આ લગ્નથી ખુશ છે અને ગ્રામ પંચાયતની પ્રશંસા કરે છે જેમણે આ લગ્નને માત્ર માન્યતા જ નથી આપી પરંતુ લગ્નમાં પણ ભાગ લીધો હતો. સાથે જ યુવતીના પરિવારજનોએ પણ ખુશી વ્યક્ત કરી છે.
First published:

Tags: Bihar News, Love marriage