Home /News /national-international /જો જો ભગવાન શ્રી રામ! માત્ર હિન્દુ નહીં મુસ્લિમ પરિવારો પણ છે ભક્ત, ભાવવિભોર થઈ પડાવ્યો ફોટો

જો જો ભગવાન શ્રી રામ! માત્ર હિન્દુ નહીં મુસ્લિમ પરિવારો પણ છે ભક્ત, ભાવવિભોર થઈ પડાવ્યો ફોટો

શ્રી રામને મળ્યો મુસ્લિમ પરિવાર

Arun Govil Viral Video: રામાયણમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનાર એક્ટર અરુણ ગોવિલ સાથે એરપોર્ટ પર મુસ્લિમ પરિવારના લોકોએ ફોટો પડાવ્યો હતો. આ ઘટનાનો VIDEO સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.

    મેરઠ, ઉત્તરપ્રદેશ: એવરગ્રીન સીરિયલ રામાયણ (Ramayan)માં ભગવાન શ્રી રામ (Shree Ram)નું પાત્ર ભજવનાર એક્ટર અરુણ ગોવિલ (Arun Govil)ને અને તેમની સીરિયલને પસંદ કરનાર ફેન્સ ભગવાન શ્રી રામ માને છે. અરુણ ગોવિલ જ્યારે પણ જાહેર સ્થળ પર જોવા મળે છે, ત્યારે અને લોકો તેમને એક અભિનેતા તરીકે જોવાની જગ્યાએ ભગવાન શ્રી રામ માને છે અને તેમને માન સન્માન આપે છે. આવો જ એક પ્રકારનો કિસ્સો મુસ્લિમ પરિવાર સાથે પણ જોવા મળ્યો હતો.

    મુસ્લિમ પરિવાર અરુણ ગોવિલને જોઈને ઉત્સાહથૂ ભરપૂર જોવા મળ્યો હતો. તમામ લોકોએ વિનંતી કરીને અરુણ ગોવિલ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. અરુણ ગોવિલે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, પ્રભુ શ્રી રામનો પ્રભાવ જુઓ, જે ધર્મની હદથી ખૂબ જ ઉપર છે.

    " isDesktop="true" id="1277517" >

    વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, અરુણ ગોવિલ એરપોર્ટ પર આવ્યા હતા. તેમની સાથે તેમના ફેન્સ ફોટો ક્લિક કરાવી રહ્યા હતા. આ સમગ્ર ઘટના વચ્ચે મુસ્લિમ પરિવારની એક વ્યક્તિ તેમને ઓળખી જાય છે અને પોતાના પરિવારને જણાવે છે કે, તેમણે રામાયણ સીરિયલમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવ્યું હતું. જાવ જઈને ફોટો ક્લિક કરાવી લો. ત્યારબાદ તેમના પરિવારની મહિલાઓ અને બાળકો આવ્યા હતા અને અરુણ ગોવિલ સાથે ફોટો ક્લિક કરાવવા લાગ્યા હતા અને આ મુસ્લિમ વ્યક્તિ ફોટો ક્લિક કરતો હતો.

    આ પણ વાંચો: Chanakya Niti: ક્યારેય ખૂટશે નહીં ધન-ધાન્ય, આવા લોકો પર થાય છે માતા લક્ષ્મીની કૃપા

    અરુણ ગોવિલ જ્યારે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે એક મહિલા તેમની પાસે આવી હતી અને તેમને પગે લાગીને પ્રણામ કર્યા હતા. ત્યાર બાદ તેઓ પોતાની વાત કહેવા લાગ્યા હતા. થોડી વાર બાદ એક યુવક આવ્યો અને તે પણ અરુણ ગોવિલને પગે લાગ્યો હતો. આ વિડીયો કઈ જગ્યાનો છે અને ક્યારનો છે, તે જાણી શકાયું નથી. અરુણ ગોવિલે siyaramkijai નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વિડીયો શેર કર્યો છે.



    12 જાન્યુઆરી 1958ના રોજ ઉત્તરપ્રદેશના મેરઠમાં અરુણ ગોવિલનો જન્મ થયો હતો. રામાયણ સીરિયલમાં ભગવાન રામનું પાત્ર ભજવવા માટે આજે પણ તેમને ઓળખવામાં આવે છે. તેમણે બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘પહેલી’, ‘સાવન આને દો’, ‘સાંચ કો આંચ નહીં’, ‘જિયો તો એસે જિયો’ અને ‘દિલવાલા’ જેવી અનેક ફિલ્મો શામેલ છે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन
    विज्ञापन