ચોંકાવનારો આરોપ : વોટ આપવાનું ભારે પડ્યું, હુક્કા-પાણી થઈ ગયા બંધ, જાણો શું છે સમગ્ર મામલો
ચોંકાવનારો આરોપ : વોટ આપવાનું ભારે પડ્યું, હુક્કા-પાણી થઈ ગયા બંધ, જાણો શું છે સમગ્ર મામલો
ભાજપને વોટ આપ્યો તો સરપંચે પરિવારના હુક્કા પાણી બંધ કરી દીધા
બારાબંકીના રેરિયા ગામ (Reriya Village) માં પીડિત પરિવારનો આરોપ છે કે, મસ્જીદમાં નમાઝ પઢવા પણ જવા દેવામાં નથી આવતું, પુત્રના લગ્ન છે પણ ગ્રામ પ્રધાને આદેશ કર્યો કે, જો કોઈ લગ્નમાં જશે તો 20 હજારનો દંડ ફટકારવામાં આવશે.
બારાબંકી (barabanki) : જિલ્લાના રેરિયા ગામ (Reriya Village) માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મુસ્લિમ પરિવારના હુક્કા અને પાણીને માત્ર એટલા માટે બંધ કરી દેવામાં આવ્યું કારણ કે તેઓએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું હતું. હવે આ પરિવારની સ્થિતિ એટલી ખરાબ છે કે, પરિવારનો કોઈ સભ્ય મસ્જિદમાં નમાઝ પણ અદા કરી શકતો નથી. તેમજ પરિવારમાં છોકરાના લગ્ન છે અને લગ્નમાં સામેલ થનારને 20 હજારનો દંડ ફટકારવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. મુસ્લિમ પરિવારનો આરોપ છે કે, આ બધું સરપંચ અને ગામના કેટલાક લોકોના કારણે થઈ રહ્યું છે. આ જ લોકોએ આ આદેશ જાહેર કર્યો છે. તો, પોલીસનું કહેવું છે કે, આ મામલો સંજ્ઞાન હેઠળ છે અને તપાસ કરવામાં આવી રહી છે, બંને પક્ષોને પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં આવ્યા છે.
દુકાનમાંથી માલ સામાન પણ નથી મળી રહ્યો
તો, પીડિત પરિવારનો આરોપ છે કે, ગામમાં દુકાનમાંથી સામાન લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, હવે પુત્રના લગ્ન 31મીએ છે, પરંતુ સરપંચે બધાને લગ્નમાં ન આવવા, મંડપ ન લગાવવાનો આદેશ આપ્યો છે. જો કોઈ આવું કરશે તો તેને દંડ કરવામાં આવશે. પરિવારનો આરોપ છે કે, સરપંચ સહિત કેટલાક લોકો તેમની એક જમીન મદરેસા માટે આપવા માટે દબાણ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા તેમણે જમીન ખરીદી હતી. આ જમીન મદરેસા માટે લેવા માટે તેમના પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કંઈ થયું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ પણ સમાધાન માટે સતત દબાણ કરી રહી છે.
બીજી તરફ એસઓ અનિલ કુમાર પાંડેનું કહેવું છે કે, આ બાબત ધ્યાન પર આવી છે અને સંબંધિત બીટ ઈન્ચાર્જને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે. પાંડેએ કહ્યું કે, બંને પક્ષોને પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં આવ્યા છે. તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર