કોરોનાથી મૃત્યુ પામેલા હિન્દુ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરીને બે મુસ્લિમ ભાઈઓએ માનવતાનું ઉદાહરણ પાડ્યું

કોરોનાથી મૃત્યુ પામેલા હિન્દુ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરીને બે મુસ્લિમ ભાઈઓએ માનવતાનું ઉદાહરણ પાડ્યું
આ મુસ્લિ ભાઈઓની સેવા જાણીને તમને પણ થશે ગર્વ

જ્યાં પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કરી દીધો ત્યારે મુસ્લિમ ભાઈઓએ નિભાવ્યો માનવતાનો ધર્મ

  • Share this:
તેલંગાણામાં (Telangana) બે મુસ્લિમ ભાઈઓએ (Muslim Brothers) માનવતાનું (Humanity) ઉદાહરણ  પૂરુ પાડ્યું છે. તેલંગાણામાં એક હિંદુ વ્યક્તિનું કોરોનાવાયરસના (Coronavirus) કારણે મૃત્યુ થતા બે મુસ્લિમ ભાઈઓએ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ ઘટના તેલંગાણાના પેડા કોડાપાલ મંડળના કાટેપલ્લી ગામમાં થઈ છે. મૃતકના અંતિમસંસ્કાર (Final rites) કરીને બે મુસ્લિમ ભાઈઓએ સાંપ્રદાયિક એકતાનું ઉદાહરણ આપ્યું છે. સ્મશાન કોવિડ-19ના મૃતકોથી ઊભરાઈ રહ્યું હતું, ત્યારે પરિવારજનો પણ મૃતકના અંતિમસંસ્કાર કરવા માટે અસમર્થ હતા અને તેમને ઈચ્છા ન હતી.

મળતી માહિતી અનુસાર, મૃતક મોઘુલિયા થોડા દિવસથી બીમાર હતો અને તેનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. સારવાર માટે તેને ભંસુવાડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ થયા બાદ તેના પરિવારજનોએ કોરોના વાયરસના કારણે તેની સાથે સંપર્કમાં આવવા માટે મનાઈ કરી હતી અને અંતિમ સંસ્કાર માટે પણ ઈન્કાર કર્યો હતો.



આ પણ વાંચો :   સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viral

ત્યારે એમ્બ્યુલન્સ ચલાવતા બે મુસ્લિમ ભાઈઓ શફી અને અલી અંતિમ સંસ્કાર માટે આગળ આવ્યા. મોઘુલિયા સાથે તેમનો કોઈપણ લોહીનો સંબંધ ન હોવા છતાં મૃતકને નજીકના હિંદુ સ્મશાનમાં લઈ ગયા હતા.

એટલુ જ નહીં તેમણે મૃતકના હિન્દૂ રીત-રિવાજ અનુસાર અંતિમ સંસ્કાર પણ કર્યા હતા.બે ભાઈઓ નિ:સ્વાર્થ ભાવે માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છે. તેમનું આ કાર્ય જોઈને સ્થાનિક લોકો આશ્ચર્ય પામી રહ્યા છે અને ખુશી પણ અનુભવી રહ્યા છે.
Published by:Jay Mishra
First published:April 21, 2021, 12:47 IST

ટૉપ ન્યૂઝ