Jharkhand Love Story: કહેવાય છે કે જયારે કોઈ પ્રેમમાં પાગલ થઈ જાય છે, ત્યારે તે ધર્મ, પરિવાર, સમાજ કે લોકોએ રચેલી બધી રૂઢિગત દીવાલોને તોડી નાંખે છે. આવું જ કંઈક બિહારના ભાગલપુરમાં જોવા મળ્યું, જ્યાં એક મુસ્લિમ યુવતીએ પ્રેમ માટે સનાતન ધર્મ અપનાવ્યો અને મંદિરમાં ધામધૂમથી લગ્ન કર્યા. ઘટના મુજબ ઝારખંડના ગોડ્ડાના રહેવાસી રામ કુમાર મંડલ અને મહેરમાની મુસ્કાન ખાતૂન વચ્ચે એક વર્ષ પહેલા પ્રેમપ્રકરણ શરૂ થયું હતું. છોકરો રામ કુમાર છોકરીના મામાના ગામનો છે. જ્યાં એક વર્ષ પહેલા બંને એકસાથે મળ્યા હતા અને બંને પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આ પછી બંને પ્રેમમાં એકબીજા વગર રહી શકતા નહોતા. તેમનો પ્રેમ દિવસે ને દિવસે વધતો જ જતો હતો.
મુસ્લિમ યુવતીએ સનાતન ધર્મ અપનાવ્યો
રામ અને મુસ્કાન બંને વચ્ચે ધર્મની દીવાલ હતી. હિંમતબાજ છોકરી મુસ્કાને સનાતન ધર્મ અપનાવીને ભાગલપુરના પીરપંથી સ્થિત મીનાક્ષી મંદિરમાં ધામધૂમથી લગ્ન કર્યા. પ્રેમમાં કોઈ બંધન હોતું નથી, તેથી મુસ્કાન ખાતૂને સનાતન ધર્મ અપનાવવાનું નક્કી કર્યું. જે બાદ યુવતી મુસ્કાન ખાતૂનથી મુસ્કાન કુમારી બની. આ લગ્નમાં છોકરાના પરિવાર અને ગામના લોકોએ સાથ આપ્યો હતો. છોકરી મુસ્કાનને પોતાના પરિવારના સભ્યોથી પોતાના જીવને ખતરો છે. યુવતીએ તેના મામા અને માસા પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. છોકરાનું કહેવું છે કે તેનો પરિવાર ઘણો ખુશ છે, પરંતુ છોકરીના પરિવાર દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે.
આ પહેલા મુસ્કાન અને રામ બંને 21 નવેમ્બરના રોજ ગોડ્ડા કોર્ટમાં પહોંચ્યા હતા, યુવતીના પરિવારજનોને તેના વિશે ખબર પડી ગઈ હતી. આ પછી યુવતીના પરિવારજનો કોર્ટમાં પહોંચ્યા અને યુવતી સાથે મારપીટ કરી. તે જ સમયે કોર્ટમાં નિવેદન આપ્યા પછી છોકરીને પોલીસ સિક્યોરિટી સાથે છોકરા પાસે લઈ જવામાં આવી, ત્યારબાદ બંનેએ પીરપંથીના મીનાક્ષી મંદિરમાં ધામધૂમથી લગ્ન કર્યા.
આ અંગે છોકરી મુસ્કાનનું નિવેદન લેવામાં આવ્યું છે. તે પોતાની મરજી અને રાજીખુશીથી આ લગ્નના બંધનમાં બંધાઈ છે. ભાગલપુરના છોકરા પક્ષના લોકો મુસ્કાનનાં આ નિર્ણયથી ખુબ જ ખુશ છે. બંનેએ રામ અને મુસ્કાનને કોર્ટ તરફથી પોલીસ પ્રોટેકશન પણ આપવામાં આવ્યું છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર