સ્કૅચના આધારે પકડાયો બે માસૂમ બાળકીઓનો હત્યારો, પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ

News18 Gujarati
Updated: November 20, 2019, 8:42 AM IST
સ્કૅચના આધારે પકડાયો બે માસૂમ બાળકીઓનો હત્યારો, પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ
બાળકીઓનું અપહરણ કરી તેમની હત્યા કરનારો આરોપી ફિરોજ નટ સ્કૅચના આધારે પકડાયો.

ઓળખ છતી થઈ જતાં ફિરોજ નટે બાળકીઓની હત્યા કરી દીધી, પકડાઈ જતાં કસ્ટડીમાં ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

  • Share this:
સંતોષ ગુપ્તા, છપરા : બિહારના રિવીજગંજમાં બે બાળકીઓની અપહરણ બાદ હત્યા (Kidnapped and murder) કરનારા નરાધમની ધરપકડ કરી લેવામાં આવી છે. બાળકોઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ણનના આધારે તૈયાર સ્કૅચ (Sketch)ના માધ્યમથી આરોપીની ઓળખ ફિરોજ નટ તરીકે થઈ હતી, જેની શોધખોળ પોલીસ કરી રહી હતી. પોલીસે રિવીલગંજથી જ ફિરોજ નટ (Firoz Nut)ની ધરપકડ કરી હતી. ફિરોજે પોતાનો ગુનો કબૂલી લીધો છે. જોકે, ધરપકડ બાદ ફિરોજ નટે પોલીસ સ્ટેશન (Police Station)માં આત્મહત્યા (Suicide)નો પ્રયાસ કર્યો પરંતુ પોલીસકર્મીઓની તત્પરતાથી તેને બચાવી લેવાયો.

સારણ એસપી હરકિશોર રાયે આ સમગ્ર મામલાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, આરોપીએ જણાવ્યું છે કે તેણે નશાની હાલતમાં આ ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ જણાવ્યું કે બંને બાળકીઓની સાથે તેણે દુષ્કર્મ નથી કર્યું. તેણે ખોટી નિયતથી બાળકીઓને કિડનેપ કરી હતી પરંતુ ઓળખ જાહેર થયા બાદ તે ડરી ગયો હતો અને તેણે બંને બાળકીઓની હત્યા કરી દીધી.

ઉલ્લેખનીય છે કે, છપરાના રિવિલગંજમાં અપહરણ કરવામાં આવેલી બીજી બાળકીનું શબ મંગળવારે મળી આવ્યું હતું. રિવિલગંજ પોલીસ સ્ટેશન હદના વોર્ડ 11ના બિનટોલિયાથી રવિવારની સાંજે કેટલાક બદમાશોએ બે બાળકીઓનું અપહરણ કરી લીધું હતું જેમાંથી એક બાળકી સીમાનું શબ સોમવારે જ મળી આવ્યું હતું.

બે બાળકોઅીનું અપહરણ કરી હત્યા કર્યા બાદ પકડાયેલા ફિરોજ નટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.


આ મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપી ફિરોજ નટે પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ફિરોજ નટે બ્લેડથી પોતાનું ગળી કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં છપરા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

આ પણ વાંચો,બે વર્ષ પહેલા જ સેનામાં ભરતી થયેલો 22 વર્ષીય જવાન સિયાચીન ગ્લેશિયરમાં શહીદ
ભાઈથી નારાજ થઈ ઘરેથી નીકળેલી યુવતી પર ગેંગરેપ, પંચાયતે પીડિતાને જ દંડ ફટકાર્યો
First published: November 20, 2019, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading