Home /News /national-international /

માથામાં ઈંટ મારીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો, કોલેજ કેમ્પસમાંથી મળી લાશ

માથામાં ઈંટ મારીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો, કોલેજ કેમ્પસમાંથી મળી લાશ

યુવકની લાશ પાસે પોલીસને બાઇકના ટાયર અને પગના નિશાન મળ્યા, હત્યા બની ગઈ પોલીસ માટે કોયડો

યુવકની લાશ પાસે પોલીસને બાઇકના ટાયર અને પગના નિશાન મળ્યા, હત્યા બની ગઈ પોલીસ માટે કોયડો

    અશોકકુમાર શર્મા, શ્રીગંગાનગર. રાજસ્થાન (Rajasthan)ના શ્રીગંગાનગર (Sriganganagar) જિલ્લાના સૂરતગઢ શહેરમાં એક યુવકની માથામાં ઈંટ મારીને હત્યા કરી દેવામાં આવી. બાદમાં લાશને કોલેજ કેમ્પસ (College Campus)માં ફેંકી દીધી. કોલેજમાં લાશ (Dead Body) પડી હોવાની જાણ થતાં જ પોલીસ (Police) ઘટના સ્થળે પહોંચીને તેને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરી. હત્યા કયા કારણે કરવામાં આવી છે તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસમાં લાગી ગઈ છે.

    મળતી જાણકારી મુજબ, ગુરુવાર સવારે રાજકીય મહાવિદ્યાલય પરિસરના મેદાનમાં એક યુવકની લાશ પડેલી મળી. લાશ હોવાની જાણ થતાં જ કોલેજ પરિસરમાં સનસની ફેલાઈ ગઈ. સૂચના મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે લાશને કબજામાં લઈ તેની ઓળખ કરાવી. મૃતક યુવકની ઓળખ કોલેજની નજીક આવેલા વોર્ડ નંબર 5 નિવાસી 38 વર્ષીય શ્યોપત સોહનલાલ મેઘવાલના રૂપમાં થઈ.

    આ પણ વાંચો, અકસ્માતનો ભોગ બનેલા પરિવારની એક સાથે ઊઠી 6 અર્થી, આખું શહેર હિબકે ચડ્યું

    મૃતક યુવક બજરંગ બલીનો ભક્ત હતો અને સરળ વ્યક્તિત્વ હતું

    સિટી પોલીસ સ્ટેશન અધિકારી રામકુમાર લેઘાએ જણાવ્યું કે સ્થિતિ જોઈને લાગી રહ્યું છે કે શ્યોપતની હત્યા માથામાં ઈંટથી વાર કરીને કરવામાં આવી છે. હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકના ભાઈએ જણાવ્યું કે શ્યોપત સરળ વ્યક્તિ હતો. તે અનેકવાર સૂરતગઢના બજારોમાં ફરતો રહેતો હતો. શ્યોપત બજરંગ બલીનો ભક્ત હતો. બજારમાં લોકોને મળતો ત્યારે તે અનેકવાર દુકાનદારોને ચા પીવડાવવાનો આગ્રહ કરતો હતો.

    આ પણ વાંચો, 18 વર્ષના યુવકની દોસ્તોએ કરી ક્રૂર હત્યા, બાઇકમાંથી પેટ્રોલ કાઢી લાશને આગ ચાંપી દીધી

    ઘટનાસ્થળેથી બાઇકના ટાયર અને પગના નિશાન મળ્યા

    પોલીસને ઘટનાસ્થળેથી બાઇકના ટાયરો અને પગના નિશાન પણ મળ્યા છે. પોલીસે કોલેજ કેમ્પસમાંથી પુરાવા એકત્ર કર્યા છે અને ફોટોગ્રાફી પર કરી છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે શ્યોપતની કોઈની સાથે અદાવત નહોતી. તો પછી તેની હત્યા કેમ કરવામાં આવી આ બાબત પર પોલીસ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Crime news, Crime Report, Crime Story, Investigation, ગુનો, પોલીસ, રાજસ્થાન, હત્યા

    આગામી સમાચાર