Home /News /national-international /હત્યાના આરોપીએ જેલમાં બંધ રહીને પાસ કરી IIT ની પરીક્ષા, ઓલ ઇન્ડિયામાં મેળવ્યો 54મો રેન્ક

હત્યાના આરોપીએ જેલમાં બંધ રહીને પાસ કરી IIT ની પરીક્ષા, ઓલ ઇન્ડિયામાં મેળવ્યો 54મો રેન્ક

સૂરજ એપ્રિલ 2021થી હત્યાના આરોપમાં જેલમાં છે

Prisoner Cracked IIT (JAM) Exam: લગભગ એક વર્ષથી હત્યાના કેસમાં આરોપી તરીકે જેલમાં બંધ છે, જેલમાં રહીને તેણે આ મુશ્કેલ પરીક્ષાની તૈયારી કરી હતી

નવાદા : તમે આ કહેવત તો સાંભળી જ હશે કે, અડગ મનના માણસને હિમાલય પણ નથી નડતો. અર્થાત્ જો મનમાં કંઇક કરી છૂટવાની ઇચ્છા હોય તો દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી શકાય છે. આ વાતને ખરા અર્થમાં હત્યાના આરોપમાં જેલમાં બંધ એક યુવાન કેદીએ સાબિત કરી છે. (Prisoner Cracked IIT Exam). અમે વાત કરી રહ્યા છીએ હત્યાના કેસમાં જેલમાં બંધ સૂરજ કુમાર (Suraj Kumar) ઉર્ફે કૌશલેન્દ્રની, જેણે IITની જોઈન્ટ એડમિશન ટેસ્ટ ફોર માસ્ટર્સ (JAM-JAM) પરીક્ષા પાસ કરી છે. IIT રૂરકી (IIT Rurkee) દ્વારા આયોજિત આ પરીક્ષામાં તેણે સમગ્ર ભારતમાં 54મો રેન્ક મેળવ્યો છે. સૂરજની સફળતામાં જેલ પ્રશાસનનો પણ મોટો ફાળો છે.

વિચારણા હેઠળનો કેદી સૂરજ વારિસલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મોસ્મા ગામનો રહેવાસી છે અને લગભગ એક વર્ષથી હત્યાના કેસમાં આરોપી તરીકે જેલમાં બંધ છે. મંડલ કારા નવાડામાં રહેતા તેણે આ મુશ્કેલ પરીક્ષાની તૈયારી કરી હતી. પરીક્ષાની તૈયારીમાં જેલ પ્રશાસને તેની ઘણી મદદ કરી હતી. સખત મહેનત અને સમર્પણ સાથે તેણે જેલમાં રહીને માત્ર પરીક્ષાની તૈયારી જ ન કરી, પરંતુ સારો રેન્ક પણ મેળવ્યો હતો.

આ પણ વાંચો - ભારતનો પ્રથમ હાઇવે કે જ્યાં હશે ગ્રીનરીથી ભરપૂર 9 પુલ અને પ્રાણીઓ માટે 17 અંડરપાસ

હત્યાના આરોપમાં ગયો હતો જેલ

સૂરજ એપ્રિલ 2021થી હત્યાના આરોપમાં જેલમાં છે. હકીકતમાં નવાદા જિલ્લાના વારિસલીગંજ બ્લોકના મોસ્મા ગામમાં બે પરિવારો વચ્ચે રસ્તાના વિવાદને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો. એપ્રિલ 2021ના રોજ થયેલા હુમલામાં સંજય યાદવ ખરાબ રીતે ઘાયલ થયો હતો. સારવાર માટે પટના લઈ જતી વખતે તેનું મોત થયું હતું. ત્યારબાદ મૃતકના પિતા બાસો યાદવે સૂરજ, તેના પિતા અર્જુન યાદવ સહિત નવ લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી. 19 એપ્રિલ 2021ના રોજ પોલીસે સૂરજ સહિત ચાર લોકોની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો, ત્યારથી સૂરજ જેલમાં છે.

ગત વર્ષે પણ પાસ કરી હતી પરીક્ષા

ખાસ વાત એ છે કે સૂરજે ગયા વર્ષે પણ આ પરીક્ષા પાસ કરી હતી અને ઓલ ઈન્ડિયામાં 34મો રેન્ક મેળવ્યો હતો, પરંતુ તે છેલ્લી ઘડીએ હત્યાની આ ઘટનામાં ફસાઈ ગયો હતો. જેલમાં ગયા પછી પણ સુરજનો જુસ્સો ઓછો થયો ન હતો અને આજે તેણે જેલમાં રહીને ફરી આ પરાક્રમ કર્યું છે. જાહેર થયેલા પરિણામમાં સૂરજને સમગ્ર ભારતમાં 54મો રેન્ક મળ્યો છે. આ સાથે હવે તે IIT રૂરકીમાં એડમિશન લઈને માસ્ટર ડિગ્રી કોર્સ કરી શકશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Bihar News, Exam, બિહાર

विज्ञापन