2 પતિઓને છોડીને ત્રીજા સાથે રહેતી હતી મહિલા, પાર્ટનરે આ કારણે મોતને ઘાટ ઉતારી

મહિલાને તેના લિવ પાર્ટનરે જ મોતને ઘાટ ઉતારી છે

Murder news - બે લગ્ન પછી મહિલા એકલી જ ઘરે રહેતી હતી. આ દરમિયાન બબલીને પ્રેમ સિંહ કુશવાહા સાથે મિત્રતા થઇ હતી મિત્રતા થઇ પછી બન્નેને પ્રેમ થયો હતો

  • Share this:
    ગ્વાલિયર : ગ્વાલિયર પોલીસે (police)35 વર્ષની મહિલાની હત્યાનો (Murder)કેસ ફક્ત 24 કલાકમાં ઉકેલી નાખ્યો છે અને આરોપીની પણ ધરપકડ કરી છે. મહિલાને તેના લિવ પાર્ટનરે જ મોતને ઘાટ ઉતારી છે. પહેલા 2 લગ્ન કરનાર મહિલા બંને પતિઓને છોડીને ત્રીજા વ્યક્તિ સાથે રહેતી હતી. મહિલાએ લિવ ઇન પાર્ટનરને ધમકાવીને બ્લેક મેલિંગ (Blackmailing)કરવાનું શરૂ કર્યું હતું. રોજ રોજના બ્લેક મેલિંગથી કંટાળીને આરોપીએ હત્યા કરી દીધી હતી. પોલીસે તેને ગુજરાત ભાગતા પહેલા પકડી લીધો છે.

    ઘટના ગ્લાલિયરના જનકગંજ વિસ્તારની છે. અહીંના ગોલ પહાડિયા શિવ નગરમાં બુધવારે એક મકાનમાં મહિલાની લાશ પડી હતી. કોઈએ મહિલાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. સૂચના મળવા પર પોલીસ પહોંચી હતી અને મૃતિકાની ઓળખ બબલી કુશવાહાના રૂપમાં થઇ હતી. બબલીની લાશ મળ્યા પછી પોલીસે તપાસ કરી તો મૃતિકા બબલીના સોનાના ઘરેણા અને મોબાઈલ ગાયબ હતા. પોલીસે બબલીના મોબાઇલ નંબરની કોલ ડિટેલ કાઢીને તપાસ કરી હતી. જેમાં અંતિમ કોલ પ્રેમ કુશવાહાને કર્યો હતો. આ આધારે પોલીસ પ્રેમ સુધી પહોંચી હતી.

    આ પણ વાંચો - જે દિવસે વિદાય થવાની હતી બહેનની ડોલી, તે દિવસે ઘરે પહોંચી ભાઈની અર્થી

    જનકગંજ પોલીસે પ્રેમ સિંહ કુશવાહની ધરપકડ કરી આકરી પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબુલી લીધો હતો અને બધી હકીકત પોલીસને જણાવી હતી. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.

    બ્લેક મેઇલથી પરેશાન બનીને લિવ ઇન પાર્ટનરે કરી હત્યા

    મૃતકા બબલી કુશવાહના પ્રથમ લગ્ન લક્ષ્મણ કુશવાહા સાથે 18 વર્ષ પહેલા થયા હતા. જેમાં એક પુત્રી હતી. સાત વર્ષ પહેલા બબલીએ લક્ષ્મણને તલાક આપ્યા અને બીજા લગ્ન ધર્મવીર કુશવાહ સાથે કર્યા હતા. તેનાથી બબલીને એક પુત્ર હતો. થોડા સમય પછી બબલીએ પોતાના બીજા પતિને પણ છોડી દીધો હતો અને એકલી જ ઘરે રહેતી હતી. આ દરમિયાન બબલીને પ્રેમ સિંહ કુશવાહા સાથે મિત્રતા થઇ હતી.

    આ પણ વાંચો - ફાયનાન્સ કંપનીના કર્મચારીએ આત્મહત્યા કરી, લખ્યું- પત્નીને ઘણો પ્રેમ કરું છું પણ...

    મિત્રતા થઇ પછી બન્નેને પ્રેમ થયો હતો અને બન્ને લિવ ઇનમાં રહેતા હતા. થોડાક દિવસ બધુ બરાબર ચાલ્યું હતું. જોકે આ પછી બબલીએ પ્રેમને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. મંગળવારે જ્યારે પ્રેમ બબલીને મળવા આવ્યો ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં પ્રેમ કુશવાહાએ બબલીની ગળું દબાવીને હત્યા કરી હતી અને ફરાર થઇ ગયો હતો.
    Published by:Ashish Goyal
    First published: