Home /News /national-international /

ચેતવણીરૂપ કિસ્સોઃ લોન્ગ ડ્રાઈવ ઉપર નીકળેલી યુવતીની હત્યા, કાર લૂંટવાના ઈરાદે મારી હતી ગોળી, ત્રણની ધરપકડ

ચેતવણીરૂપ કિસ્સોઃ લોન્ગ ડ્રાઈવ ઉપર નીકળેલી યુવતીની હત્યા, કાર લૂંટવાના ઈરાદે મારી હતી ગોળી, ત્રણની ધરપકડ

યુવતીની તસવીર

મોડી રાત્રે દોસ્ત સાથે લોન્ગ ડ્રાઈવ ઉપર નીકળી હતી. મધ્ય પ્રદેશની રહેવાશી યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

  નવી દિલ્હીઃ 26 વર્ષીય યુવતી દિલ્હી એનસીઆરના (Delhi NCR) ગુરુગ્રામમાં લોન્ગ ડ્રાઈવ (Long drive) ઉપર નીકળી હતી. ત્યારે ત્રણ યુવકોએ તેને નિશાન બનાવી હતી. ગાડી લૂંટવા માટે યુવતી પાછળ ગયા હતા. અને યુવતીએ વિરોધ કર્યો તો તેને ગોળી (Girl murder) મારી દીધી હતી.

  15 દિવસ બાદ આ હત્યાકાંડનો ભેદ ઉકેલાતા આરોપીઓને પોલીસ પકડમાં આવી ગયા હતા. ગુરુગ્રામ સેક્ટર 65માં યુવતીની હત્યાના મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પૈકી બે હરિયાણા (haryana) અને એક મધ્ય પ્રદેશનો (Madhya Pradesh) રહેવાસી છે.

  મળતી માહિતી પ્રમાણે ગત 3 નવેમ્બરે મોડી રાત્રે દોસ્ત સાથે લોન્ગ ડ્રાઈવ ઉપર નીકળી હતી. મધ્ય પ્રદેશની રહેવાશી યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કાર લૂંટવાના ઈરાદે 26 વર્ષીય પૂજા શર્માની હત્યા કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ટ્રેક ક્રોસ કરતા સમયે રેલવે લાઈનમાં ફસાઈ સાડી, ટ્રેન સાથે ખેચાઈ જતા મહિલા ટીચર કમકમાટી ભર્યું મોત

  કાર લૂંટવામાં આરોપીઓ અસફળ થતાં પૂજાને ગોળી મારી દીધી હતી. આરોપીઓએ થોડી જ મિનિટોમાં કાર સવારને ટાર્ગેટ કર્યા હતા. અને ક્રેટા ગાડીમાં સવાર યુવક અને યુવતીનો પીછો કરવા લાગ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમાદાવાદના સોલાના પૈસાદાર ઘરનો શરમજનક કિસ્સોઃ 'તું તો ગામડાની અભણ કહેવાય, અમારા ઘરે તું શોભે નહી'

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! પત્નીના મોતથી દુઃખી પતિએ Facebook Live કર્યા પછી ટ્રેન નીચે કપાઈને કરી આત્મહત્યા, બે બાળકો બન્યા અનાથ

  ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણે આરોપીઓએ પોલીસ અને સમાચાર પત્રોમાં છવાયા હતા. ત્રણે આરોપીઓ ભોડસીમાં રૂમ રાખીને રહેતા હતા. સાઈબર સિટીના વિવિધ વિસ્તારોમાં કાર લૂંટ, મોબાઈલ લૂંટ, બ્લેકમેલિંગ, હત્યાની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા હતા.  પોલીસના જણાવ્યા પ્રમાણે 100થી વધારે મોબાઈલ લૂંટની ઘટનાઓને આરોપીઓ અંજામ આપી ચૂક્યા છે. આરોપી એસપીઆર રોડ, ઈફકો ચોક, શંકર ચોક જેવા અતિ વ્યસ્ત વિસ્તારોમાં મહિલાઓ અને યુવતીઓને ટાર્ગેટ કરીને મોબાઈલ લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Girl Murder, ગુનો, દિલ્હી, દિલ્હી પોલીસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन