સુમિત કુમાર, પાણીપત. હરિયાણા (Haryana)ના પાણીપત જિલ્લા (Panipat District)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બસ સ્ટેન્ડની પાસે બદમાશોએ 17 વર્ષીય યુવકની બરફ તોડવાના સોયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, જેમાં 7થી 8 બદમાશો યુવક પર હુમલો (Attack) કરતા જોવા મળી રહ્યા છે. પાણીપતની જનરલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત (Death) થઈ ગયું. મૃતક સાગર જિંદ જિલ્લાના ગામ કાલવાનો હોવાનું સામે આવ્યું છે. તે પોતાની માતા સાથે પાણીપતની મુખીજા કૉલોનીમાં રહેતો હતો. મૃતકની લાશને જનરલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ (Postmortem) માટે રાખવામાં આવી છે. હાલ પોલીસ કેસ નોંધી આરોપીઓની તલાશ કરી રહી છે.
નોંધનીય છે કે, હત્યાની આ ઘટના સુખદેવ નગરની છે. અહીં જિતેન્દ્ર હૉસ્પિટલની પાસે ધોળાદિવસે ધોરણ-12માં અભ્યાસ કરતા સાગરની બરફ તોડવાના સોયાના ઘા મારીને દર્દનાક હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે લગભથ એક ડઝન યુવકોએ સાગર પર ધારદાર હથિયારથી તાબડતોડ વાર કરી દીધા. જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો.
ઘાયલ અવસ્થામાં સાગરને પાણીપતની જનરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. મામલાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરતાં ઘટનાસ્થળની તપાસ શરૂ કરી. પોલીસે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર પણ જપ્ત કરી દીધા છે. સીસીટીવી કેમેરાના ફુટેજને પણ પોલીસે કબજામાં લઈ લીધા છે.
પોલીસે મૃતક સ્ટુડન્ટની લાશને પોસ્ટમોર્ટમ માજ્ઞે પાણીપત જનરલ હૉસ્પિટલની મોર્ચરીમાં મોકલી આપી છે. હાલ પોલીસ સીસીટીવી ફુટેજના આધારે સઘન તપાસમાં લાગી ગઈ છે. પોલીસે શંકાના આધારે અનેક યુવકોની અટકાયત કરી છે. પરંતુ પોલીસને હજુ સુધી હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર