Home /News /national-international /વેલેન્ટાઈન ડે પર ફરી 'શ્રદ્ધા' જેવી હત્યા, ઢાબાના ફ્રીજમાંથી લાશ મળી, લિવ-ઈન પાર્ટનરની ધરપકડ

વેલેન્ટાઈન ડે પર ફરી 'શ્રદ્ધા' જેવી હત્યા, ઢાબાના ફ્રીજમાંથી લાશ મળી, લિવ-ઈન પાર્ટનરની ધરપકડ

દિલ્હીમાં ફરી એક યુવતીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે.

Delhi Nikki Yadav murder: સાહિલના લગ્ન 10 ફેબ્રુઆરીએ થયા હતા. જેના વિશે મહિલાએ વાંધો ઉઠાવ્યો હતો. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. એક સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા હરિયાણાના ઝજ્જરની રહેવાસી હતી.

નવી દિલ્હી: દિલ્હીમાં વેલેન્ટાઈન ડે પર એક મોટી ઘટના સામે આવી છે. રાજધાનીમાં ફરી એકવાર શ્રદ્ધા હત્યા કેસ જેવી ઘટના સામે આવી છે. અહીં પોલીસને ઢાબામાંથી એક યુવતીની લાશ મળી આવી છે. યુવતીના મૃતદેહને ફ્રીજમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે કાર્યવાહી કરતા મૃતદેહનો કબજો લીધો હતો. આ સમગ્ર ઘટના દિલ્હીના બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશનની જાણવા મળી રહી છે. આ કેસમાં પોલીસે સાહિલ નામના આરોપીની પણ ધરપકડ કરી છે.

દ્વારકાના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, તેમને મંગળવારે સવારે માહિતી મળી હતી કે એક મહિલાની હત્યા કરવામાં આવી છે અને તેનો મૃતદેહ ગામની સીમમાં આવેલા ઢાબામાં છુપાવવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ કબજે કર્યો હતો અને આરોપી સાહિલ ગેહલોતની ધરપકડ કરી લેવામાં આવી છે. તે મિત્રાવ ગામનનો રહેવાસી છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે

એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સાહિલના લગ્ન 10 ફેબ્રુઆરીએ થયા હતા. જેના વિશે મહિલાએ વાંધો ઉઠાવ્યો હતો. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. એક સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા હરિયાણાના ઝજ્જરની રહેવાસી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે જો તે અન્ય મહિલા સાથે લગ્ન કરશે તો તે આરોપીને કાયદાકીય કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી.

આ પણ વાંચો: AUDIO: મોત પહેલા દીકરીની પિતા સામે હૃદયફાટ વેદના

પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન આરોપીએ શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પછી પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે, 9 અને 10 ફેબ્રુઆરીની વચ્ચેની રાત્રે તેણે તેની પ્રેમિકાની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ મિત્રાં ગામની સીમમાં સ્થિત એક ખાલી પ્લોટમાં પોતાના ઢાબાના રેફ્રિજરેટરમાં રાખ્યો હતો. આરોપી સાહિલ ગેહલોતે ખુલાસો કર્યો છે કે તે દિલ્હીના મિત્રાંવ ગામનો રહેવાસી છે. શાળાના અભ્યાસ પછી તેણે ઉત્તમ નગરના કેરિયર પોઈન્ટ કોચિંગ સેન્ટરમાં જાન્યુઆરી 2018 માં એસએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. ત્યાં જ હરિયાણાના ઝજ્જરની રહેવાસી નિક્કી યાદવ પણ આ જ સંસ્થામાં મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહી હતી.

આ પણ વાંચો: એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીની ગાડીમાં એવી વસ્તુ ફીટ કરી કે મિકેનિક જોઇને ચોંકી ગયો

આરોપીએ તેના સંબંધની માહિતી તેના પરિવારના સભ્યોને આપી ન હતી. આરોપીના પરિવારે તેના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી કર્યા હતા. તેણે મૃતકને તેની સગાઈ કે લગ્નની યોજના વિશે જણાવ્યું ન હતું. પરંતુ કોઈક રીતે તેને આ વાતની જાણ થઈ ગઇ હતી. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ત્યારબાદ આરોપીએ પોતાની કારમાં રાખેલા મોબાઈલ ફોનના ડેટા કેબલની મદદથી યુવતીનું ગળું દબાવી દીધું હતું. આ પછી તે તેના ઢાબા પર ગયો અને તેની લાશને ફ્રીજમાં રાખી દીધી હતી.

દિલ્હીમાં ફરી એકવાર શ્રદ્ધા હત્યા જેવી ઘટના સામે આવી

નોંધનીય છે કે દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આરોપ છે કે 18 મેના રોજ મહેરૌલી વિસ્તારમાં આફતાબ નામના વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. પછી તેણે તેના મૃત શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા હતાં. આટલું જ નહીં આરોપીએ શ્રદ્ધાના મૃતદેહને રાખવા માટે ફ્રિજ ખરીદ્યું હતું. તેણે મૃતદેહના ટુકડા આમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા મેહરૌલીના જંગલમાં ફેંકી દેતો હતો. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આરોપી એ જ ફ્લેટમાં રહેતો હતો. પોલીસે 12 નવેમ્બરે તેની ધરપકડ કરી હતી. તેણે નાર્કો અને પોલીગ્રાફી ટેસ્ટમાં પણ શ્રદ્ધાની હત્યા કર્યાનું સ્વીકાર્યું હતું.
First published:

Tags: Delhi Crime, Delhi News, Shraddha Murder Case