Home /News /national-international /UPમાં વાઇસ-ચાન્સેલરે વિદ્યાર્થીઓને કહ્યું: ઝઘડો થાય તો ખૂન કરીને આવજો...

UPમાં વાઇસ-ચાન્સેલરે વિદ્યાર્થીઓને કહ્યું: ઝઘડો થાય તો ખૂન કરીને આવજો...

રાજા રામ યાદવને ગયા વર્ષે રાજ્યનાં ગવર્નર રામ નાયકે વાઇસ ચાન્સેલર તરીકે અપોઇન્ટ કર્યા હતા.

રાજા રામ યાદવને ગયા વર્ષે રાજ્યનાં ગવર્નર રામ નાયકે વાઇસ ચાન્સેલર તરીકે અપોઇન્ટ કર્યા હતા.

ઉત્તર પ્રદેશમાં હજુ ટોળાએ પથ્થરમારો કર્યો તેમાં પોલીસકર્મીનાં મોતની શાહી સુકાઇ નથી ત્યાં બીજી એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે.

ઉત્તરપ્રદેશની જૌનપુર યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલરે વિદ્યાર્થીઓને એવી સલાહ આપી કે, જો તેમને કોઇને સાથે ઉગ્ર બોલાચાલી થાય તો તેમનું ખૂન કરીને આવજો. આ વાત વીડિયોમાં કેદ થઇ હતી અને હવે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

વાઇસ ચાન્સેલર રાજા રામ યાદવે વિદ્યાર્થીઓને ખૂન કરવાની ઉશ્કેરણીજનક સલાહ આપતા વીડિયોમાં દેખાય છે. તેમણે વિદ્યાર્થીઓને એમ કહ્યું કે, જો તમે પુર્વાચંલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી છો તો રોતા-રોતા પાછા આવતા નહીં. જો કોઇની સાથે તમારે ઝઘડો થાય તો તેને મારીને આવજો. અને તમારી ઇચ્છા થાય તો તેનું ખૂન કરી નાંખજો. આ પછી આપણે જોઇ લઇશું.”



વાઇસ ચાન્સેલરે આ નિવદેન સત્યદેવ કોલેજનાં એક કાર્યક્રમમાં આપ્યું હતું.

રાજા રામ યાદવને ગયા વર્ષે રાજ્યનાં ગવર્નર રામ નાયકે વાઇસ ચાન્સેલર તરીકે અપોઇન્ટ કર્યા હતા. આ પહેલા તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીમાં અદ્યાપક હતા.
વાઇસ ચાન્સેલરનાં આ નિવેદન પર સમાજવાદી પાર્ટીનાં પ્રવક્તા અબ્દુલ હાફિઝ ગાંધીએ કહ્યું કે, આ બીજી કશું નહીં પણ ઉશ્કેરણી છે. આ માટે વાઇસ ચાન્સેલર સામે ગૂનો દાખલ થવો જોઇએ. એ વાઇસ ચાન્સેલર તરીકે વર્તન નથી કરી રહ્યા પણ એક ગુંડા તરીકે વર્તી રહ્યા છે. આપણે આવા ગુંડાઓ પાસે વિદ્યાર્થીઓનાં સારા ભવિષ્યની કેમ આશા રાખી શકીએ ? આ નિવેદન માટે તેને હાંકી કાઢવો જોઇએ”
First published:

Tags: Criminal, University, Vice-chancellor, ઉત્તર પ્રદેશ, હત્યા