શ્રીગંગાનગર : રાજસ્થાનના (rajasthan)શ્રીગંગાનગર (sri ganganagar)જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે. શ્રીગંગાનગર જિલ્લામાં દારૂના નશામાં એક વ્યક્તિએ વૃદ્ધ સાથે કુકર્મ (Misdemeanor)કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે તેમાં સફળ ના થતા તેણે વૃદ્ધના પ્રાઇવેટ પાર્ટમાં ડંડો નાખી દીધો હતો. આ પછી માથામાં ઇટ મારીને તેની હત્યા (Murder)કરી દીધી હતી. આ ક્રુર ઘટના શ્રીગંગાનગર જિલ્લાના અનૂપગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અનૂપગઢ પોલીસ સ્ટેશન પ્રભારી ફુલચંદ શર્માએ જણાવ્યું કે અમને સૂચના મળી હતી કે ઇટના ભઠ્ઠાની પાસે એક વૃદ્ધ વ્યક્તિની લાશ પડેલી હતી. સૂચના મળવા પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશ પર કબજો મેળવ્યો હતો. તેની ઓળખ જગદીશ સિંહના રૂપમાં થઇ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જગદીશ રોજનું રોજ કમાઇને ખાતો મજૂર હતો. તેને દારૂ પીવાની ટેવ હતી. તે હંમેશા લોકો પાસેથી પૈસા માંગીને દારૂ પીધા કરતો હતો. પોલીસ તપાસ કરીને આ મામલે શંકાના આધારે 20 KND રાવલા નિવાસી ભજનલાલને પકડીને પૂછપરછ કરી હતી. પહેલા તો તે પોલીસને ચકમો આપી રહ્યો હતો પણ જ્યારે તેની કડકાઇથી પૂછપરછ કરી તો તેણે બધી હકીકત જણાવી હતી.
આરોપી ભજનલાલની ધરપકડ
પૂછપરછમાં ભજનલાલે સ્વીકાર કર્યો કે તેણે દારૂના નશામાં જગદીશ સિંહ સાથે કુકર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો જગદીશે વિરોધ કર્યો હતો. જેથી તેણે તેના પ્રાઇવેટ પાર્ટમાં ડંડો નાખી દીધો હતો. આ પછી માથામાં પત્થર મારીને જગદીશની હત્યા કરી દીધી હતી. હત્યા પછી તે સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પોલીસે ભજનલાલની ધરપકડ કરી લીધી છે.
ઉલ્લખનીય છે કે રાજસ્થાનમાં કેટલાક સમયથી આ પ્રકારની ગંભીર અને શરમજનક ઘટના સામે આવી રહી છે.
15 વર્ષની પુત્રી પર પિતાએ પાડોશી સાથે મળી બળાત્કાર કર્યો
મધ્ય પ્રદેશ ઇન્દોરમાં પિતાનો ક્રુર ચહેરો સામે આવ્યો છે. પિતા પાડોશી સાથે મળીને પોતાની 15 વર્ષની પુત્રી પર બળાત્કાર કરી રહ્યો હતો. પુત્રી ગર્ભવતી થતા આ ખુલાસો થયો હતો. તેણે દાદી સાથે મળીને પોલીસ (police)માં ફરિયાદ કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર