પોલીસમાં (Police) કામ કરતા રક્ષકો ક્યારે ભક્ષકો બની જાય તેનો ભરોસો નથી રહેતો. જોકે, આવી ઘટના ઘટે ત્યારે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લે છે અને ખૂન ખરાબા સુધી અંજામ આવી જાય છે. આવી જ એક ચકચારી ઘટનામાં સાયબર ક્રાઇમમાં નોકરી કરતા એક કોન્સ્ટેબલે ધડાધડ ગોળીઓ (Firing) વરસાવી. આ કોન્સ્ટેબલે (Constable)પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ પર ગોળીઓ વરસાવી અને જાતે પણ આપઘાત કરી લીધો હતો. જોકે, મૃતક કોન્સ્ટેબલના પરિવારે તેની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, આ ઘટનાનું રહસ્ય હવે ગૂંથાઈ રહ્યું છે.
આ ઘટના હરિયાણાના ભિવાનાની (Bhiwani Murder and Suicide) કિરાવડ ગામની છે. અહીંયા બાઇક પર આવેલા એક વ્યક્તિએ 62 વર્ષના મહાવીર, તેમના 55 વર્ષના ભાઈ જગબીર અને તેના 35 વર્ષના દીકરા રાજેશ પર ધડાઘડ ગોળીઓ વરસાવી હતી. ગંભીર રીતે ઘવાયેલા લોકોને થોડા સમય પછી જાણ થઈ કે ફાયરિંગ કરનાર શખ્સ સાયબર ક્રાઇમમાં કોન્સ્ટેબલ હતો અને તેનું નામ રવિન્દ્ર હતું. જોકે, ત્યાંથી ફરાર થયેલા રવિન્દ્રએ આત્મહત્યા કરી લીધી.
મૃતક રવિન્દ્રના પરિવારે કહ્યું કે તેમનો દીકરો આત્મહત્યા ન કરી શકે તેના પર ઘાયલોએ રિવોલ્વ ઝૂંટવી અને તેની હત્યા કરી નાખી છે. પરિવારે આ ઘાયલો પર કાર્યવાહીની માંગ કરી છે અને હત્યાનો ગુનો નોંધવાની પણ માંગ કરી છે. કેસની તપાસ કરી રહેલા ડીએસપી વિરેન્દ્રસિંહનું કહેવું છે કે કિરાવડ ગામે મહાબીર, જગબીર અને રાજેશને ગોળીઓ મારી ઘાયલ કરવામાં આવ્યા હતા. આરોપી હાંસી પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમમાં હવાલદાર હતો. રવિન્દ્રનું શંકાસ્પદ મોત થયું છે. પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આટલી મોટી ઘટનાનું કારણ શું હોઈ શકે. શું રવિન્દ્રની હત્યા થઈ છે કે પછી રવિન્દ્ર ખરેખર હત્યા કરવા આવ્યો હતો આ મામલો હાલમાં તપાસનો વિષય બની ગયો છે. પોલીસ ટેકનિકલ તપાસ કરી અને રવિન્દ્રની કોલ ડિટેલ્સ ચકાસશે અને ઘાયલો અને તેની વચ્ચે કોઈ વાતચીત થઈ હતી કે કેમ અથવા રવિન્દ્ર કોના સંપર્કમાં હતો વગેરે તપાસ થશે. સામા પક્ષે ઘાયલોની કોલ ડિટેલ્સ પણ ચેક કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર