કમલેશ તિવારી હત્યા કેસ: આરોપી નેપાળ બૉર્ડરે પહોંચી આ કારણે ગુજરાત પરત ફર્યા હતા

News18 Gujarati
Updated: October 23, 2019, 10:03 AM IST
કમલેશ તિવારી હત્યા કેસ: આરોપી નેપાળ બૉર્ડરે પહોંચી આ કારણે ગુજરાત પરત ફર્યા હતા
ગુજરાત એટીએસે આરોપીઓને આ રીતે ઝડપી પાડ્યા, એક ફોન કૉલે આપી નવી દિશા

ગુજરાત એટીએસે આરોપીઓને આ રીતે ઝડપી પાડ્યા, એક ફોન કૉલે આપી નવી દિશા

  • Share this:
નવી દિલ્હી : કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યા કરી મુખ્ય આરોપી અશફાક અને મોઇનુદ્દીન લખનઉ (Lucknow)થી આરામથી ફરાર થઈ ચૂક્યા હતા. બરેલી (Bareilly)ના રસ્તે નેપાળ (Nepal) જવા સુધીની તૈયારી પણ થઈ ચૂકી હતી, પરંતુ આ પહેલા પોલીસ પણ ખૂબ સક્રિય થઈ ચૂકી હતી. નેપાળ બૉર્ડર ખાતે પણ કડક નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન, આરોપીઓની પાસે રૂપિયા પૂરા થઈ ગયા અને તેની વ્યવસ્થા કરવા માટે તેઓ ગુજરાત (Gujarat) પરત ફર્યા હતા.

કમલેશ તિવારીની હત્યાના આરોપીઓ નેપાળ ભાગી શકે છે તેનો અંદાજો પોલીસને પહેલાથી જ આવી ગયો હતો. તેના કારણે પોલીસે નેપાળ બૉર્ડર પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેની સાથોસાથ ત્યાં તહેનાત એસએસબી સાથે પણ કોર્ડિનેશન કરવામાં આવી રહ્યું હતું. એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ જણાવ્યું કે, આ કડક બંદોબસ્તના કારણે આરોપી શાહજહાંપુરમાં રોકાવા મજબૂર થયા. બૉર્ડર વિસ્તાર સુધી પહોંચતા-પહોંચતા તેમની પાસે રૂપિયા પણ ખતમ થઈ ચૂક્યા હતા.

પૈસાની સગવડ કરવા આ કારણે ગુજરાત આવવાનો નિર્ણય કર્યો

ડીઆઈજી હિમાંશુ શુક્લાનું કહેવું છે કે, જ્યારે નેપાળ બૉર્ડરની પાસે પહોંચોને આરોપીઓના પૈસા ખતમ થઈ ગયા તો બીજા કોઈ માધ્યમથી પૈસાની સગવડ કરવાને બદલે તેના માટે જાતે જ ગુજરાત જવાનો નિર્ણય લીધો. તેમને ડર હતો કે જો તેમણે કોઈ બીજા માધ્યમનો ઉપયોગ કર્યો તો પોલીસની ચાંપતી નજરને કારણે પકડાઈ શકે છે.

ગુજરાત એટીએસે આરોપીઓને આ રીતે ઝડપી પાડ્યા

એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાનું કહેવું છે કે આટલા દિવસ સુધી આરોપી પોલીસની પકડથી બચતા રહ્યા તેનું એક મોટું કારણ એ હતું કે આ લોકો ક્યારેય પોતાના મોબાઇલનો ઉપયોગ નહોતા કરતા. તેના કારણે તેમને ક્યારેય ટ્રેસ ન કરી શકાયા. તેમ છતાંય આરોપીઓને પકડવા માટે ટેકનિકની સાથે સર્વેલન્સ તથા અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.સુરત સ્થિત પોતાના ઘરેથી કર્યો હતો ફોન

કમલેશ તિવારીના હત્યાના આરોપી ગુજરાત પહોંચીને સુરત સ્થિત પોતાના ઘરે એક ફોન કર્યો. બસ આ એક ફોન પોલીસને કામ આવી ગયો. આરોપીઓએ ઘરવાળાઓને ફોન કરી રૂપિયાની વ્યવસ્થા કરવાની વાત કહી હતી. આ ફોન બાદ જ તેમની પર નજર રાખવામાં આવી અને અંતે પોલીસે તેમની ધરપકડ કરી લીધી.

આ પણ વાંચો,

કમલેશ તિવારી હત્યાકાંડ: ફરાર આરોપી અશફાક અને મોઇનુદ્દીનની શામળાજી પાસેથી ધરપકડ
કમલેશ તિવારી હત્યા કેસ : ત્રણ આરોપી સાથે અડધી રાત્રે લખનઉ પહોંચી ગુજરાત ATS

First published: October 23, 2019, 8:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading