મુન્ના બજરંગી હત્યાકાંડ: જેલર, ડે. જેલર સહિત 5 પોલીસકર્મી દોષી

News18 Gujarati
Updated: August 7, 2018, 11:22 AM IST
મુન્ના બજરંગી હત્યાકાંડ: જેલર, ડે. જેલર સહિત 5 પોલીસકર્મી દોષી
માફિયા ડોન મુન્ના બજરંગી (પ્રતિકાત્મક તસવીર)

મુન્ના બજરંગી પર 40 હત્યા, લૂંટ, ખંડણીની ઘટનાઓમાં સામેલ હોનાવો ગુનો નોંધાયેલો હતો.

  • Share this:
બાગપત જેલમાં 9 જુલાઈના રોજ મારી નાખવામાં આવેલા માફિયા ડોન મુન્ના બજરંગીની તપાસમાં જેલર, ડેપ્યુટી જેલર સહિત પાંચ પોલીસ કર્મી દોષી મળી આવ્યા છે. આ સંબંધમાં જેલર અને ડે. જેલર સહિત પાંચ પોલીસકર્મીઓને ચાર્જશીટ આપી ત્રણ અઠવાડીયામાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માફિયા ડોન મુન્ના બજરંગી હત્યાકાંડનો તપાસ રિપોર્ટ કારાગાર મુખ્યાલયને મોકલી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં બાગપત જેલના તત્કાલિન જેલર ઉદય પ્રતાપ સિંહ, ડે. જેલર શિવાજી યાદવ, એસપી સિંહ, હેડ વોર્ડર અરવિંદ સિંહ, વોર્ડર માધવ કુમાર દોષી મળી આવ્યા છે. આ તમામ લોકોને ચાર્જશીટ સોંપી ત્રણ અઠવાડીયામાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, માફિયા મુન્ના બજરંગીની 9 જુલાઈના રોજ બાગપત જેલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુન્ના બજરંગીની પૂર્વ બસપા ધારાસભ્ય લોકેશ દિક્ષિત સામે ખંડણી માંગવાના ગુનામાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવવાનો હતો. તેને ઝાંસીથી બાગપત લાવવામાં આવી રહ્યો હતો. ત પહેલા જ તેને જેલમાં ગોળી મારી દેવામાં આવી. 7 લાખ ઈનામની જાહેરાત કરવામાં આવી હતી તેવા બદમાશ સોપારી કિલર સુનિલ રાઠીને મુન્ના બજરંગીના હત્યાના ગુનામાં આરોપી બનાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે મુન્ના બજરંગી પર 40 હત્યા, લૂંટ, ખંડણીની ઘટનાઓમાં સામેલ હોનાવો ગુનો નોંધાયેલો હતો. મુન્ના બજરંગી પૂરા યૂપીની પોલીસ અને એટીએફ માટે માથાનો દુખાવો બન્યો હતો. તે લખનઉ, કાનપુર, અને મુંબઈમાં ક્રાઈમ કરતો હતો. તેની સામે સરકારી અધિકારીઓ પાસેથી ખંડણી માંગવાનો પણ આરોપ હતો.
First published: August 7, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading