Home /News /national-international /મિત્રની ઘરવાળી સાથે વોટ્સએપ પર મીઠી મીઠી વાતો કરતો, ઘરે બોલાવી જીગરજાન મિત્રએ પતાવી દીધો

મિત્રની ઘરવાળી સાથે વોટ્સએપ પર મીઠી મીઠી વાતો કરતો, ઘરે બોલાવી જીગરજાન મિત્રએ પતાવી દીધો

પ્રતિકાત્મક ફોટો

એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી. આરોપીને મૃતકની પત્ની સાથે આડા સંબંધો હતો. જ્યારે તેને ખબર પડી તો તેણે પોતાના મિત્રની હત્યા કરી નાખી.

મુંગેર: એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી. આરોપીને મૃતકની પત્ની સાથે આડા સંબંધો હતો. જ્યારે તેને ખબર પડી તો તેણે પોતાના મિત્રની હત્યા કરી નાખી. આ ઘટનાની બિહારના મુંગેરમાં ભારે ચર્ચા છે. પોલીસે આરોપી મિત્રને પકડી પાડ્યો છે, જ્યારે અન્ય એકને પકડવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે.

આ પણ વાંચો:  પત્ની ક્યારેક ટીવી તો ક્યારેક મોબાઈલ માગતી રહેતી; 12 હજારની સેલરીમાં ક્યાંથી પુરુ પાડવું, કરી નાખી હત્યા

14 ઓક્ટોબરની સાંજે મુફસ્સિલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શિવ ગુરુ ધામ નજીક પૂજારી દીપક ઝાની હત્યાની ગૂંચવણ પોલીસ ઉકેલી રહી હતી. જેમાં એવો ખુલાસો થયો કે, દરિયાપુર નિવાસી દીપકની હત્યા તેના જ મિત્રએ ઘરે બોલાવીને કરી દીધી હતી. આ ઘટનાને લઈને પોલીસે એક મિત્ર માનસ કુમારની ધરપકડ કરી, જ્યારે બીજો મિત્ર ફરાર છે. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, આ જ ગામના મનોહર કુમારે તેના પુત્ર દીપક ઝાને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. થોડી વારમાં જ પુત્રની હત્યાના સમાચાર તેમને મળ્યા.

પત્ની સાથે વાત કરતો હતો માનસ


મુફસ્સિલ પોલીસ સ્ટેશનના અધિકારી રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું છે કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, માનસ કુમારને મૃતકની પત્ની સાથે સુંવાળા સંબંધો હતો. દરરોજ બંને વોટ્સએપ પર મેસેજ દ્વારા મીઠી મીઠી વાતો કરતા હતા. પોલીસને આ ઘટનાને દિવસના પણ કેટલાય મેસેજ મળ્યા હતા. દીપક પોતાના પિતા સાથે નોકરી માટે બહાર જતો હતો. ઘટનાના થોડા દિવસ પહેલા જ આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, દીપકને પત્નીના આડા સંબંધો વિશેની જાણકારી આવી ગઈ હતી. ત્યાર બાદ મનોહર સાથે મળીને દીપકે રસ્તામાં તેને હટાવી દેવા માટે તેની હત્યા કરી. મનોહરે જ દીપકને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યો હતો. ઘેર આવ્યો અને ગોળી મારી દીધી હતી. ઘટનાસ્થળે માનસ પણ હાજર હતો.
First published:

Tags: Bihar Crime

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો