Home /News /national-international /આ ગામ 6 લાખ દીવાઓથી ઝગમગી ઉઠશે, કુંભારો દીવાઓ બનાવવામાં વ્યસ્ત

આ ગામ 6 લાખ દીવાઓથી ઝગમગી ઉઠશે, કુંભારો દીવાઓ બનાવવામાં વ્યસ્ત

6 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે

diwali: માર્કેટમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે દિવાળી મનાવવામાં આવે છે. દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાતા તહેવારમાં રોશનીનું ખૂબ મહત્વ છે. આ વખતે મુંગેરના કલ્યાણપુરમાં દિવાળીના દિવસે 6 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. તેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને મુંગેર સહિત પડોશી જિલ્લાઓમાંથી માટીના દીવા મંગાવવામાં આવશે.

વધુ જુઓ ...
    માર્કેટમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે દિવાળી મનાવવામાં આવે છે. દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાતા તહેવારમાં રોશનીનું ખૂબ મહત્વ છે. આ વખતે મુંગેરના કલ્યાણપુરમાં દિવાળીના દિવસે 6 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. તેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને મુંગેર સહિત પડોશી જિલ્લાઓમાંથી માટીના દીવા મંગાવવામાં આવશે. જો કે ધનતેરસથી જ તહેવારની શરૂઆત થઈ જાય છે એટલા માટે એ દિવસે જ ગંગા ઘાટને દીવાથી ઝગમગાવામાં આવશે.

    જિલ્લાના કલ્યાણપુરમાં બિહારની સૌથી મોટી દિવાળી મનાવવાની તૈયારી કરી રહેલું આ ગામ પોતાનામાં જ ખાસ છે. લગભગ 2 કિલોમીટરની લંબાઇમાં આ ગામમાં 10 હજારની વસ્તી છે અને અહીં ડઝનબંધ લોકો મોટા હોદ્દા પર છે. સમૃદ્ધ ગણાતા આ ગામના યુવાનો અને વડીલોએ ધનતેરસ પર ગંગા કિનારે તેલથી 6 લાખ માટીના દીવા પ્રગટાવવાનું આયોજન કર્યું છે. ખાસ વાત એ છે કે આ દીવાઓ પ્રગટાવવામાં ગામની મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવશે. આ મહિલાઓ અહીં નિયમિત રીતે દીવાઓ પ્રગટાવે છે.

    આ પણ વાંચોઃ Delhi excise policy: પૂછપરછ માટે CBI ઓફિસ સમક્ષ હાજર થયા મનીષ સિસોદિયા, ભાજપે કહ્યું-આ ‘જશ્ન-એ-ભ્રષ્ટાચાર’

    શું આગામી વર્ષમાં 10 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે?


    યુથ ક્લબ કલ્યાણપુરના આઈટી સેલના કન્વીનર વિપુલ દુબેએ જણાવ્યું હતું કે, 2020માં દીવાળીના તહેવાર પર 1.75 લાખ માટીના દીવા, 2021માં 5 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સમગ્ર ગામની સંમતિથી કરવામાં આવી રહ્યો છે. આ વખતે મુંગેર ઉપરાંત પડોશી જિલ્લાઓમાંથી પણ દીવાઓ મગાવવામાં આવી રહ્યા છે તેથી કુંભારો દીવાઓ બનાવવામાં વ્યસ્ત છે. દુબેએ કહ્યું કે પ્રગટતો દીવો શાંતિ, એકતા અને પ્રકાશનું પ્રતીક છે. સમાજમાં પ્રેમ અને ભાઈચારો વધે તે સંદેશ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    તેમણે કહ્યું કે દર વર્ષે દીવાઓ પ્રગટાવવાનો આંકડો વધી રહ્યો છે કારણ કે ગ્રામીણો તેમની ક્ષમતા મુજબ આમ કરી રહ્યા છે. આગામી વર્ષમાં 10 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ ગામમાં દુર્ગા પૂજા દરમિયાન મુંબઈમાં તાજ હોટેલ અને ગેટવે ઓફ ઈન્ડિયા જેવો પંડાલ બનાવવામાં આવ્યો હતો. આ પંડાલની કિંમત 35 લાખ રૂપિયા હતી. દુબેના મતે ગામના લોકોની એકતા અને સંવાદિતા સાથે આવા સર્જનાત્મક કાર્ય કરી શકાય છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bihar News, Diwali 2022, Munger

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन