Home /News /national-international /Viral Video : સીટ માટે મુંબઇ લોકલમાં રણચંડી બની મહિલાઓ, ઝટીયા પકડીને એકબીજા પર તૂટી પડી

Viral Video : સીટ માટે મુંબઇ લોકલમાં રણચંડી બની મહિલાઓ, ઝટીયા પકડીને એકબીજા પર તૂટી પડી

સીટ માટે મહિલાઓ એકબીજા સાથે મારામારી કરવા લાગી

Funny Viral Video : હાલ મુંબઇ મેટ્રોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સીટ માટે મહિલાઓ એકબીજા સાથે મારામારી કરવા લાગી. આ ધક્કા-મુક્કીમાં એક મહિલા કોન્સ્ટેબલ પણ ઘાયલ થઇ છે.

    VIRAL VIDEO: જો તમે મુંબઇની બહારના છો અને અહીંની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માંગો છો તો આ કોઇ મોટી ચેલેન્જથી કમ નથી. એવું લાગે કે જાણે સ્ટેશન પર લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય. આંખના પલકારે જ ભીડ ગાયબ થઇ જાય છે અને આગામી ટ્રેનની રાહ જોવામાં લોકો એકઠા થઇ જાય છે. અહીં ટ્રેનમાં ચડવા માટે ધક્કા-મુક્કી થવી સામાન્ય બાબત છે. સીટની વાત તો છોડો ટ્રેનમાં તમને ચડવા પણ મળે તો તમે ખુશનસીબ કહેવાશો. હાલ મુંબઇ મેટ્રોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સીટ માટે મહિલાઓ એકબીજા સાથે મારામારી કરવા લાગી. આ ધક્કા-મુક્કીમાં એક મહિલા કોન્સ્ટેબલ પણ ઘાયલ થઇ છે.

    વીડિયોમાં મહિલાઓ આક્રમક રીતે એકબીજા પર લાફાવાળી કરતી અને એકબીજાના ઝટિયા ખેંચતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં પોલીસકર્મી સહિત ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ ઘાયલ થઇ છે.



    આ પણ વાંચો : સુરત: અજિત પટેલનો મહિલા સાથેનો બીભત્સ વીડિયો વાયરલ થતાં ભાજપ ધુંઆપૂંઆ, કરાઇ હકાલપટ્ટી

    રણચંડી બનીને મહિલાઓ એકબીજા પર તૂટી પડી


    પ્રાપ્ત માહિતા અનુસાર આ ટ્રેન ઠાણેથી પનવેલ જઇ રહી હતી. નવી મુંબઇના તુર્ભે સ્ટેશન પર ટ્રેનમાં સીટને લઇને બે મહિલા પેસેન્જર બાખડી પડી. આ વીડિયોમાં જોઇ શકાય છે કે 3 મહિલાઓ એકબીજા સાથે મારામારી કરી રહી છે. મામલો વણસતો જોઇને કોચમાં સવાર કેટલીક મહિલાઓએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી. જે બાદ ત્યાં એક મહિલા પોલીસકર્મી પહોંચી. પરંતુ મારપીટમાં તે પણ ઘાયલ થઇ ગઇ. હાલ તેની સારવાર ચાલી રહી છે.

    આ પણ વાંચો : હાથમાં સ્વર્ગસ્થ પિતાની તસ્વીર લઈને દાદાની સાથે લગ્નના મંડપમાં પહોંચી વધૂ, વીડિયો વાયરલ

    દિલ્હી મેટ્રોમાં પણ મારામારી


    આવી જ એક ઘટના તાજેતરમાં દિલ્હી મેટ્રોમાં બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બે મહિલાઓને બેસવાની વ્યવસ્થાને લઇને પરસ્પર બબાલ થતી જોવા મળી રહી છે. સીટને લઇને અહીં પણ જોરદાર ડ્રામા થયો હતો.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Funny videos, Latest viral video, Police Video, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन