Home /News /national-international /મુંબઇ: ઠાકરે જૂથની મહિલા કાર્યકરોએ હાઇવે પર શિંદે જૂથના કાર્યકરોને ફટકાર્યા

મુંબઇ: ઠાકરે જૂથની મહિલા કાર્યકરોએ હાઇવે પર શિંદે જૂથના કાર્યકરોને ફટકાર્યા

શિંદે જૂથના કાર્યકરોને ઠાકરે જૂથની મહિલા કાર્યકરોએ ફટકાર્યા છે.

Mumbai: મુંબઈમાં રેલીમાં આવી રહેલા શિંદે જૂથના કાર્યકરોને ઠાકરે જૂથની મહિલા કાર્યકરોએ ફટકાર્યા છે. બંને જૂથના કાર્યકરો નાસિકથી મુંબઈ આવી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.

    મુંબઇ: મુંબઈમાં રેલીમાં આવી રહેલા શિંદે જૂથના કાર્યકરોને ઠાકરે જૂથની મહિલા કાર્યકરોએ ફટકાર્યા છે. બંને જૂથના કાર્યકરો નાસિકથી મુંબઈ આવી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. આરોપ છે કે, આ દરમિયાન શિંદે જૂથના કાર્યકરોએ હાઈવે પર મહિલા કાર્યકરોને અશ્લીલ ઇશારા કર્યા હતા. જે બાદ ઠાકરે જૂથની મહિલા કાર્યકરોએ તેમની ગાડી રોકીને બીજા જૂથના કાર્યકરોને પાઠ ભણાવ્યો હતો.

    આજે દશેરાના દિવસે શિંદે અને ઠાકરે જૂથ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શિવસેનાને દાદરના શિવાજી પાર્કમાં અને શિંદે જૂથને બીકેસી ગ્રાઉન્ડ પર રેલીના આયોજનની મંજૂરી મળી છે. જેના પગલે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન બન્ને જૂથના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જ્યાં ઠાકરે જૂથની મહિલા કાર્યકરોએ ગંદા ઇશારા કરવા બદલ શિંદે જૂથના કાર્યકર્તાઓને ફટકાર્યા હતા.

    આ પણ વાંચો: હિમસ્ખલનની ઝપેટમાં ગુજરાતી યુવાનો, 4ને બચાવાયા તો 1 હજૂ પણ લાપતા

    આ ઘટના નાસિક આગ્રા હાઇવે પર સ્થિત ઇગતપુરી-કસરા શિવારામાં બની હતી. શિંદે જૂથના સમર્થકોએ બોલેરો ગાડી દ્વારા બસને ઓવરટેક કરી હતી. જેમાં ઠાકરે જૂથના કાર્યકર્તાઓ નાસિકથી મુંબઇ રેલીમાં સામેલ થવા જઇ રહ્યા હતા. આરોપ છે કે, આ દરમિયાન તેમણે ઠાકરે જૂથના કાર્યકર્તાઓને ગંદા ઇશારા કર્યા હતા. જે બાદ મહિલા કાર્યકરોએ કારને રોકીને શિંદે જૂથના કાર્યકરોની ધોલાઇ કરી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Mumbai News, National news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन