અલગ રહેતા પતિથી બાળક ઈચ્છે છે મહિલા, પહોંચી કોર્ટ

News18 Gujarati
Updated: June 23, 2019, 4:52 PM IST
અલગ રહેતા પતિથી બાળક ઈચ્છે છે મહિલા, પહોંચી કોર્ટ
પ્રતિકાત્મક તસવીર

મહિલાનું કહેવું છે કે, તેની મા બનવાની ઉંમર ખતમ થાય તે પહેલા તે મા બનવા માંગે છે

  • Share this:
મહારાષ્ટ્રમાં એક 35 વર્ષની મહિલાએ અલગ રહેતા પતિથી બીજુ બાળક મેળવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મહિલાનું કહેવું છે કે, તેની મા બનવાની ઉંમર ખતમ થાય તે પહેલા તે અલગ રહેતા પતિની સાથે અથવા તો વૈવાહિક સંબંધ ફરીથી કરી અથવા ઈનવિટ્રો ફર્ટિલાઈજેશન દ્વારા ગર્ભ ધારણ કરવાની મંજૂરી આપવામાં આવે.

કોર્ટે આ મામલામાં પોતાના એક આદેસમાં પ્રાઈવેટ સ્વાયત્તતા અને પ્રજનન સ્વાસ્થ્ય પર આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓનો હવાલો આપી પત્નીના પ્રજનના અધિકારને માનવ મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. કોર્ટે પતિ અને પત્ની બંનેને 24 જૂને મેરેજ કાઉન્સિલર પાસે જઈ સલાહ લેવાનો અને એક મહિનાની અંદર આઈવીએફ વિશેષજ્ઞ સાથે મુલાકાત કરવાનો નિર્દેશ આપ્યો છે.

પતિએ દર્શાવ્યો વિરોધ

પતિએ મહિલાની અરજીને અવૈધ, ગણાવતી અને સામાજીક માપદંડના વિરુદ્ધ ગણાવી છે. પોતાના આદેશમાં નાંદેડની ફેમિલી કોર્ટની જજ સ્વાતિ ચૌહાણે લખ્યું કે, તકનીકી મદદથી બાળક પેદા કરવું કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન નથી અને ના લેખિત અથવા અલિખિત સામાજીક માપદંડનું ઉલ્લંઘન છે. પ્રતિવાદી તકનીકી મદદથી બાળક પેદા કરવા માટે પોતાની સહમતિ નથી આપી શકતા, પરંતુ કોઈ સાચા તર્ક વગર તેને ના પાડવા પર કાયદાના પરિણામનો સામનો કરવો પડી શકે છે.

પતિની સહમતી ખુબ મહત્વપૂર્ણ છે
જજ સ્વાતિ ચૌહાણે કહ્યું કે, બાળકના પ્રજનન અથવા વંશ વૃદ્ધિને માત્ર કાયદા કે કાયદાકીય પ્રક્રિયાથી હલ નથી કરી શકાતી. પ્રજનનના મુદ્દાને ક્લિનિકલી સોલ્વ કરવો પડે છે. તેમણે કહ્યું કે, આઈવીએફ વિશેષજ્ઞ ડોક્ટર સાથે મુલાકાત બાદ તે ડોક્ટર એક ગોપનીય રિપોર્ટ બાદમાં કોર્ટને સોંપશે. જોકે, પતિની આ પ્રક્રિયામાં સહમતી ખુબ મહત્વપૂર્ણ છે.તમને જણાવી દઈએ કે, પતિ અને પત્ની બંને કામ કરે છે અને તેમને એક બાળક પહેલાથી જ છે. મુંબઈમાં રહેતા પતિએ વર્ષ 2017માં ક્રૂરતાનો આરોપ લગાવી છૂટાછેડા માટે અરજી કરી હતી. તો પત્નીએ પણ નાંદેડની કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. બંનેના મામલા હજુ કાર્યમાં ચાલુ છે. આ બધા વચ્ચે 2018માં પત્નીએ બીજા બાળક માટે અરજી દાખલ કરી. પત્નીએ કહ્યું કે, બીજુ બાળક તેની વૃદ્ધાવસ્થા માટે જરૂરી છે.
First published: June 23, 2019, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading