33 વર્ષની મહિલાએ પતિના પેટમાં છરીના 11 ઘા માર્યા, ગળું કાપી નાખ્યું

તસવીર સાભાર : હિન્દુસ્તાન ટાઇમ્સ

પૂછપરછ દરમિયાન પ્રણાલીએ જણાવ્યું હતું કે, તેના પતિ સુનિલને લગ્નેત્તર સંબંધ હતા. આથી બદલો લેવાની ભાવનાથી તેણે તેના પતિની હત્યા કરી નાખી હતી.

 • Share this:
  બુધવારે મહારાષ્ટ્રના નાલાસોપારા ખાતે એક પત્નીએ તેના પતિની ઉપરાઉપરી છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. શરૂઆતમાં પત્નીએ જણાવ્યું હતું કે તેના પતિએ પોતાની જાતે જ છરીના ઘા માર્યાં છે, બાદમાં તેણે હત્યાનો ગુનો કબૂલ કરી લીધો હતો. મૃતક યુવક સુનિલ કદમ પોતાના માપાપિતા, પત્ની અને બે દીકરીઓ સાથે રહેતો હતો. પોલીસે સુનિલની હત્યાના ગુનામાં તેની 33 વર્ષીય પત્ની પ્રણાલીની ધરપકડ કરી છે.

  તુલીન્જ પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારે સવારે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદમાં સુનિલ ઊંઘી ગયો હતો અને તેની પત્ની પ્રણાલી પાણી પીવાના બહાને રસોડમાં ગઈ હતી. પ્રણાલી રસોડામાંથી છરી લઈને આવી હતી અને સુનિલના પેટમાં 11 વખત છી હુલાવી દીધી હતી. બાદમાં છરીથી તેના પતિનું ગળું કાપી નાખ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે સુનિલનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

  આ પણ વાંચો : બાલાસિનોરમાં યુવકે એકાકી વૃદ્ધાની હત્યા કરી મૃતદેહ સાથે આચર્યું દુષ્કર્મ

  પતિની હત્યા કર્યા બાદ પ્રણાલી બહારના રુમમાં આવી હતી અને બહાર ઊંઘી રહેલા તેના સાસુ અને સસરાને સુનિલે આપઘાત કરી લીધાનું જણાવ્યું હતું.

  તુલીન્જ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીએસ પાટિલે જણાવ્યું કે, "સુનિલના પિતા આનંદ કદમની ફરિયાદ બાદ અમે તપાસ શરૂ કરી હતી. કોઈ વ્યક્તિ જાતે જ પોતાના પેટમાં છરીના 11 ઘા મારે, તેમજ પોતાનું ગળું કાપી નાખે તે અશક્ય છે. આથી અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મૃતકની પત્ની પ્રણાલીની પૂછપરછ શરૂ કરી હતી."

  આ પણ વાંચો : દેવામાં ડૂબેલા બિઝનેસમેને માતાપિતા, પત્ની-પુત્રની હત્યા કરી, પોતે પણ આપઘાત કર્યો

  પોલીસ પૂછપરછ દરમિયાન પ્રણાલીએ જણાવ્યું હતું કે, તેના પતિ સુનિલને લગ્નેત્તર સંબંધ હતા. આથી બદલો લેવાની ભાવનાથી તેણે તેના પતિની હત્યા કરી નાખી હતી. પ્રણાલી અને સુનિલ આંધ્ર પ્રદેશ મુખ્યમથક ધરાવતી એક કંપનીમાં નોકરી કરતા હતા. બંનેએ 2011ના વર્ષમાં પ્રેમ લગ્ન કર્યાં હતાં. બંને સુનિલના પિતા સાથે નાલાસોપારાના ગાલાનગરમાં રહેતા હતા. દામ્પત્ય જીવનથી બંનેને બે દીકરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: