Home /News /national-international /ત્રણ લોકોએ ઘરમાં ઘૂસીને મહિલા સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ, ગુપ્તાંગ પર સિગારેટના ડામ માર્યા
ત્રણ લોકોએ ઘરમાં ઘૂસીને મહિલા સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ, ગુપ્તાંગ પર સિગારેટના ડામ માર્યા
નરાધમોએ હદ વટાવી
Gang Raped Case: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક 42 વર્ષની એક મહિસાના ઘરમાં ઘુસીને ત્રણ લોકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું અને તેના ગુપ્તાંગ પર સિગરેટથી દામ પણ આપ્યા હતા.
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક 42 વર્ષની એક મહિલાના ઘરમાં ઘુસીને ત્રણ લોકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. તેની સાથે સાથે આરોપીઓએ મહિલા પર તિક્ષ્ણ હથિયાગથી હુમલો પણ કર્યો અને તેના ગુપ્તાંગ પર સિગરેટથી દામ પણ આપ્યા હતા.
એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્ણ
મુંબઈ પોલીસના એક અધિકારીએ રવિવારે આ તમામ માહિતી આપી હતી. તેમના જાણાવ્યા પ્રમાણે આ ઘટના બુધવારે વહેલી સવાકે કુર્લામાં બની હતી. તેમણે જણાવ્યું કે, આરોપી અને મહિલા એક જ વિસ્તારમા રહે છે. તેમના જણાવ્યા પ્રમાણે ‘આરોપીઓએ એક પછી એક મહિલા સાથે દુષ્કર્ણ કર્યું અને તેની સાથે અકુદરતી યૌન શોષણ પણ કર્યું.
તેની સાથે તેમણે જણાવ્યું કે, આરોપીઓએ મહિલાના ગુપ્તાંગો પર સિગારેટથી ડામ આપ્યા હતા. ત્યાર બાદ તેની છાતી અને બન્ને હાથો પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ આરોપીઓમાંથી એક આરોપીએ આ ઘટનાનો વીડિયો પણ બનાવી વાયરલ કરવાની ધમકી આપી કે આ મામલે પોલીસને જાણ ના કરે.
કુર્લા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, મહિલાએ પડોશીઓને ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ એક એનજીઓનો સંપર્ક કર્યો અને એફઆઈઆર દાખલ કરાવી. તેમણે જણાવ્યું કે, આ ત્રણેય આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 376 (દુષ્કર્મ), 376 ડી (સામુહિક દુષ્કર્મ), 377 (અકુદરતી જાતીય સંબંધ) 324 અને અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર