Coronavirus In Mumbai: જૂન સુધી સ્થિતિ સામાન્ય થઈ શકે, જુલાઈમાં સ્કૂલો ખુલી શકશે- ટાટા ઇન્સ્ટિટ્યૂટ

Coronavirus In Mumbai: જૂન સુધી સ્થિતિ સામાન્ય થઈ શકે, જુલાઈમાં સ્કૂલો ખુલી શકશે- ટાટા ઇન્સ્ટિટ્યૂટ
ફાઇલ તસવીર.

મુંબઈમાં કોરોના વાયરસની બીજી લહેર અંગે ઝીંણવટપૂર્વક સંશોધન કરી રહેલા નિષ્ણાતોએ એક ગણિતીય મૉડલને આઘારે એવી ભવિષ્યવાણી કરી છે કે મેના પ્રથમ અઠવાડિયામાં કોવિડ-19થી થતાં મોતમાં પીક આવી શકે છે.

  • Share this:
    મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)માં કોરોના વાયરસ (Coronavirus)ની સ્થિતિ જૂન સુધી સામાન્ય થઈ શકે છે. શરત એટલી જ છે કે રસીકરણ (Corona vaccination) ખૂબ ઝડપથી ચાલુ રહે અને કોરોના વાયરસનો કોઈ નવું વર્ઝન ન આવી જાય. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ (Tata Institute of Fundamental Research)ના વૈજ્ઞાનિકોની એક ટીમે પોતાના વિશ્લેષણ બાદ આવો દાવો કર્યો છે. મુંબઈમાં કોરોના વાયરસની બીજી લહેર અંગે ઝીંણવટપૂર્વક સંશોધન કરી રહેલા નિષ્ણાતોએ એક ગણિતીય મૉડલને આઘારે એવી ભવિષ્યવાણી કરી છે કે મેના પ્રથમ અઠવાડિયામાં કોવિડ-19થી થતાં મોતમાં પીક આવી શકે છે. પહેલી જૂલાઈ સુધી શહેરમાં સ્કૂલો ખોલવાની સ્થિતિ આવી જશે.

    દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો એક જ વેરિએન્ટ હતો. જોકે, સ્થાનિક ટ્રેન સેવા ફરીથી શરૂ કરતા જ વાયરસને ફેલાવવા માટે વાતાવરણ મળી ગયું હતું અને આ કારણે બીજી લહેર આવી ગઈ હતી. અંગ્રેજી વર્તમાનપત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે નિષ્ણાતોએ ફેબ્રુઆરીની આસપાસ અર્થવ્યવસ્થા ખોલી દેવાને પણ કોવિડનું સંક્રમણ ફેલાવવાનું કારણ માન્યું છે. નિષ્ણાતોનું માનીએ તો પહેલી ફેબ્રુઆરી આસપાસ અપ્રભાવી વેરિએન્ટ ખૂબ નાના સ્તર પર ફેલાયો હતો, માર્ચના મધ્ય સુધી સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી.'



    આ પણ વાંચો: અંકલેશ્વર: 'કોરોનાકાળમાં રૂપિયા કોઈ કામના નથી,' બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો પ્રયાસ

    2થી 2.5 ગણો વધારે સંક્રામક છે વેરિએન્ટ

    ગત વર્ષે મળેલા કોરોના વાયરસના વેરિએન્ટની સરખામણીમાં વર્તમાન વેરિએન્ટ 2થી 2.5 ગણો વધારે સંક્રામક છે. અભ્યાસમાં માલુમ પડ્યું છે કે ઉપરના આંકડા ખોટા હોઈ શકે છે પરંતુ મુંબઈમાં સૌથી વધારે લોકો સંક્રમિત થવા પાછળ માર્ચમાં નવો વેરિએન્ટ મળવાનો દાવો સાચો હોઈ શકે છે.

    આ પણ વાંચો: જિંદગી હારીને પિન્કી દેવી બની પ્રધાન, પરિણામના ત્રણ દિવસ પહેલા મોત

    સરકારી આંકડા પ્રમાણે કોવિડની બીજી લહેરથી મુંબઈમાં 2.3 લાખ લોકો પ્રભાવિત થયા છે. એકલા એપ્રિલમાં 1,479 લોકોનાં મોત થયા છે. 1 મેના રોજ શહેરમાં 90 મોત થયા હતા.

    આ પણ વાંચો: નંદીગ્રામમાં હાર પછી પણ શું મમતા બેનરજી મુખ્યમંત્રી બની રહેશે? જાણો શું કહે છે બંધારણ

    ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 34 લાખને પાર

    દેશમાં કોરોનાની બીજી લહેર (Corona second wave)એ કોહરામ મચાવી દીધો છે. સ્થિતિ એવી છે કે છેલ્લા 12 દિવસથી સતત ત્રણ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. એક દિવસે તો કોરોનાનો આ આંકડો 4 લાખને પાર પણ પહોંચી ગયો હતો. સોમવારે જાહેર થયેલા આંકડાઓમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા અને મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

    સોમવારે ત્રીજી મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,68,147 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,417 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,99,25,604 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 15,71,98,207 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:May 03, 2021, 12:13 pm

    ટૉપ ન્યૂઝ