મુંબઈ : મહારાષ્ટ્રના (Maharashtra)ના મુંબઈ (Mumbai)અને આસપાસના વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે મુંબઈમાં રેલવેના પાટા અને રસ્તામાં પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેન (Local Trains)અને બસ સેવા બાધિત થઈ છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં ઘણા ભાગોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. ઘણા સ્થાને ટ્રાફિક જામની સ્થિતિ થઈ છે. મોસમ વિભાગે બુધવારે રેડ એલર્ટની જાહેરાત કરી હતી. દક્ષિણ મુંબઈના કોલાબામાં 107 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાયો હતો.
કોરોના વાયરસથી (Coronavirus) દેશમાં સૌથી વધારે પ્રભાવિત શહેર મુંબઈની જેજે હોસ્પિટલ (JJ Hospital)માં પણ પાણી ભરાઈ ગયું છે. મુંબઈની જેજે હોસ્પિટલ કોવિડ-19ની સારવાર માટે બીએમસી દ્વારા નક્કી કરેલી હોસ્પિટલમાં ઘણી મહત્વપૂર્ણ છે. હોસ્પિટલના સ્ટાફના લોકો ડોલ, વાઇપર અને અન્ય સાધનોની મદદથી પાણી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ હોસ્પિટલનો વીડિયો સામે આવ્યો છે. મુંબઈના નાયર હોસ્પિટલમાં પણ પાણી ભરાવવાનો વીડિયો આવ્યો છે.
આ પણ વાંચો - જેમને રામ જન્મભૂમિ સંઘર્ષમાં એક ખરોચ પણ નથી આવી, તે સૌથી આગળ વધીને નિર્ણય લઈ રહ્યા છે : સંજય રાઉત
મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray)લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. આદિત્યએ ટ્વિટ કર્યું છે કે હું બધાને ઘરની અંદર રહેવા માટે વિનંતી કરું છું. જેમ કે તમે જોવો છો કે મુંબઈમાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. હું તમને બધાને ખાસ કરીને જે પત્રકાર આને કવર રહી રહ્યા છે તેમને સુરક્ષિત રહેવાની અપીલ કરું છું. તમે લોકો જ્યાં છો ત્યાં રહો.
Published by:Ashish Goyal
First published:August 05, 2020, 22:32 pm