હવે મુંબઇમાં પોતાની કાર પાર્ક કરતાં પહેલા પાંચ વખત ચેક કરી લેવું કે આ નો પાર્કિંગ તો નથી ને, જો આવું ન કર્યું તો તમને મોટું નુકશાન થઇ શકે છે. મુંબઇમાં હવેથી નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા પર પાંચ હજારથી લઇને 23 હજાર સુધીનો દંડ લાગી શકે છે. કાર માટે આ દંડ 15000 સુધીનો હોય શકે છે. આ નિયમ રવિવાર એટલે કે 7 જુલાઇથી લાગુ થશે અને જે પબ્લિક પાર્કિંગ સ્પોટ અને 20 બસ ડિપોના 500 મીટર એરિયામાં લાગુ થશે.
દંડમાં નોપાર્કિંગની સાથે વાહન ટો કરવાનો પણ ખર્ચ સામેલ હશે, બે પૈડાવાળા વાહનોની વાત કરીએ તો તેમાં 5થી 8300 રૂપિયા દંડ હશે. તો મોટા વાહનોમાં આ 15 હજારથી 23250 રૂપિયા સુધી હશે. નાના વાહનો માટે દંડ 11 હજારથી 17600 રૂપિયા વચ્ચે હશે. તો લાઇટ મોટર વ્હીકલ માટે 10 હજારથી 15100 રૂપિયા દંડ હશે. ત્રણ પૈડા વાહનોમાં 8 હજારથી 12200 રૂપિયા હશે. બીએમસીના રિપોર્ટ પ્રમાણે આ દંડ ન ભર્યો તો દરરોજ લેટ પેમેન્ટ ફી આપવી પડશે.
જાણકારી પ્રમાણે મુંબઇમાં અંદાજે 30 લાખ વાહન છે. આટલી મોટી સંખ્યામાં વાહનો હોવાને કારણે આ યોજનાને સફળ બનાવવા માટે બીએમસી પોતાના પૂર્વ કર્મચારીઓની સાથે જ ખાનગી એજન્સીઓની મદદ લઇ રહી છે. શરૂઆતના સમયમાં આ યોજના હેવી ટ્રાફિકવાળા વિસ્તાર અને કેટલીક સોસાયટીની આસપાસ લાગુ કરવામાં આવશે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર