એવા ગણા પ્રસંગો આવ્યા છે જ્યાં વૈશ્વિક મંચ ઉપર પાકિસ્તાનને આતંકવાદીઓની સાથે કડકાઇ વર્તવાની વાત કરી છે. દરેક વખતે પાકિસ્તાનની દલિલ હોય છે કે તેઓ પોતે જ આતંકવાદથી પરેશાન છે. એટલે તે આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાનું કામ નથી કરતા. જોકે દરેક વખતની જેમ આ વખતે પાકિસ્તાનનું જુઠ્ઠાણું સામે આવી ગયું છે.
26/11ના મુંબઇ હુમલાની વાત કરીએ તો પાકિસ્તાન વારંવાર પોતાનું વલણ બદલ્યા રાખે છે. પાકિસ્તાને આ એક વખત ફરી 26/11ના કેસને પ્રભાવિત કરવાની કોશિશ કરી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયએ ફેડરલ ઇનવેસ્ટિગેશન એજન્સી (FIA)ના વિશેષ વકીલ ચૌધરી અઝહરને હટાવ્યા છે.
ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વકીલ સરકારની લાઇન પર ન્હોતા ચાલતા. 2009માં થયેલા મુંબઇ હુમલા પછી સતત આ કેસને લીડ કરી રહ્યા હતા. પાકિસ્તાન સરકારના આ નિર્ણયથી 26/11ના હુમલામાં માર્યા ગયેલા ભારતીયોને ન્યાય અપાવવાની ભારતની કોશિશને ફટકો પડી શકે છે. પીટીઆઈ પ્રમાણે અધિકારીઓએ કહ્યું હતું કે, અઝહરને જણાવી દીધું છે કે, હવે તેમની જરૂર નથી. તેમને માત્ર મુંબઇ હુમલાના કેસમાં જ અલગ કર્યા છે. જોકે, તેઓ બેનજીર ભુટ્ટોની હત્યા કેસમાં તો રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર