મુંબઈ: કોવિડ-19ની બીજી લહેર (Coronavirus second wave)માં લોકો એકબીજાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. પૂર્વ ભારતીય બેટ્સમેન VVS લક્ષ્મણે મુંબઈ બેઝ્ડ સ્કૂલ ટીચર દત્તાત્રય સાવંતની સ્ટોરી શેર કરી છે. આ ટીચર કોરોના વોરિયર (Corona warrior)ની ભૂમિકા નિભાવી રહ્યા છે, તેમણે કોરોનાના દર્દીને ફ્રીમાં હોસ્પિટલ (Hospital) લઈ જવા તેમની રિક્ષાને મોબાઈલ એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી છે.
સાવંત ઘાટકોપરમાં રહે છે અને દન્યંનસાગર વિદ્યામંદિર સ્કૂલમાં પાર્ટ ટાઈમ ઈંગ્લિશ ટીચરની નોકરી કરે છે. લક્ષ્મણે ન્યૂઝ ANIની પોસ્ટ પણ રજૂ કરી છે, જેમાં સાવંત તેની રિક્ષાની બાજુમાં પીળી PPE કીટ પહેરીને ઊભા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને ગરીબ દર્દીઓ માટે ટ્રાન્સપોર્ટની સુવિધા ઓછી જોવા મળતા સાવંતે 15 એપ્રિલથી આ સેવા શરૂ કરી છે. રાજ્યમાં લોકડાઉનમાં દર્દીઓને ફ્રીમાં સેવા આપવામાં આવે છે. સાવંતે અત્યારસુધીમાં 26 કોરોનાના દર્દીઓની મદદ કરી છે.
દર્દીઓને હૉસ્પિટલ લઈ જવા અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા બાદ ઘરે પહોંચાડવામાં મદદ કરે છે. સાવધાનીના ભાગરૂપે તેઓ PPE કીટ પહેરે છે અને દર્દીને હૉસ્પિટલ કે ઘરે પહોંચાડ્યા બાદ રિક્ષાને સેનિટાઈઝ પણ કરે છે. સાવંતે જણાવ્યું કે જ્યાં સુધી કોરોના છે, ત્યાં સુધી તે આ પ્રકારે સેવા આપશે.
લક્ષ્મણે સાવંતના આ કાર્યની સરાહના કરી છે અને દેશ આ સંકટમાંથી જલ્દી બહાર આવે તેની પ્રાર્થના કરી છે. તેમની આ પોસ્ટને 2,400થી અધિક લાઈક્સ મળી છે અને સાંવતના આ કાર્યની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. અનેક લોકો સાવંતની મદદ માટે આગળ આવ્યા છે, જેથી તે સમાજ પ્રત્યેની આ સેવા ચાલુ રાખી શકે.
Dattatraya Sawant, a school teacher by profession and a part-time autorickshaw driver, gives free rickshaw rides to COVID patients
He picks up and drops patients from hospital without charging them. Hats off to his noble initiative.
Pray that we overcome this soon🙏🏼 pic.twitter.com/fieGYvWQCu
સાવંત શિક્ષકની નોકરીથી જે પણ પગાર મેળવે છે, તેનાથી આ રિક્ષા ચલાવે છે અને તેમની પત્ની પણ મદદ કરે છે. સાવંતના આ સરાહનીય કાર્યની જાણ થતા મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાવંતને મદદ કરવા માટે આગળ આવ્યું છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે જણાવ્યું કે તેમની રિક્ષામાં ખર્ચ થયેલા ફ્યુઅલનો ખર્ચ પરત મેળવી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર