સુશાંત કેસની તપાસ માટે મુંબઇ આવેલા પટનાના SPને 'બળજબરીપૂર્વક' ક્વૉરન્ટીન કરાયાનો આરોપ

News18 Gujarati
Updated: August 3, 2020, 8:36 AM IST
સુશાંત કેસની તપાસ માટે મુંબઇ આવેલા પટનાના SPને 'બળજબરીપૂર્વક' ક્વૉરન્ટીન કરાયાનો આરોપ
બિહાર SP વિનય તિવારી

વિનય તિવારી રવિવારે સુશાંતના કેસની તપાસ માટે મુંબઇ આવ્યા હતા.

  • Share this:
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput case) કેસની તપાસ માટે પટનાથી મુંબઇ પહોંચેલા એસપી વિનય તિવારી (SP Vinay Tiwari) ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. બીએમસી (BMC) આ મામલે જાણકારી આપી છે. બીએમસીના અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી. વિનય તિવારી રવિવારે સુશાંતના કેસની તપાસ માટે મુંબઇ આવ્યા હતા.
બિહાર પોલીસ એસોસિએશનના અધ્યક્ષનો આરોપ છે કે સુશાંત કેસની તપાસમાં મુંબઇ પહોંચેલી બિહારના આઇપીએસ અધિકારી વિનય તિવારીને IPS હોસ્ટેલમાં રોકાવવા માટે જગ્યા ન આપવામાં આવી. અને જ્યારે તેમણે આ અંગે જાણકારી માની તો બીએમસીને કોરોના સંક્રમણની વાત કરીને તેમને ક્વૉરન્ટીન કરી દીધા.

તેમણે આરોપ લગાવ્યો છે કે એસપી વિનય તિવારીને BMC બળજબરીપૂર્વક ક્વૉરન્ટીન કર્યા છે. બિહાર પોસીસ એસોસિએશનના અધ્યક્ષનો આરોપ લગાવતા કહ્યું કે દેશમાં માટે ખાખી એક જ છે જે કાનૂની રક્ષા કરે છે અને તે ન્યાયનું પ્રતીક છે. બિહાર પોલીસે કહ્યું કે અમારા અધિકારીના હાથ પર ક્વૉરન્ટીન મોહર લગાવવામાં આવી છે.

વધુ વાંચો : અમિત શાહ, યેદિયુરપ્પા જેવા અનેક મોટા નેતા કોરોના સંક્રમિત, યુપીમાં એક મંત્રીનું કોરોનાથી થયું નિધન

બીજી તરફ મુંબઇના પોલીસ કમિશ્નર પરમ વીર સિંહે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેથી મુલાકાત કરી હતી અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં તપાસ હજી સુધી ક્યાં પહોંચી તે અંગે તેમને જાણકારી આપી હતી. સાથે જ બિહાર પોલીસની મુંબઇમાં હાજરી અને સોશિયલ મીડિયામાં આ પર ચાલી રહેલી અફવાને લઇને પણ જાણકારી આપી હતી. ગૃહ વિભાગના સુત્રોએ જણાવ્યું કે મુંબઇ પોલીસ કમિશ્નરે પહેલા ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે વાત કરી તે પછી તે મુખ્યમંત્રીથી મળ્યા હતા.

બિહારના આઇપીએસ અધિકારી વિનય તિવારીને હાથ પર ક્વૉરન્ટીનની મોહર
ઉલ્લેખનીય છે કે 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના બ્રાંદ્રા સ્થિત નિવાસ સ્થઆને આત્મહત્યા કરી હતી. તેમની આત્મહત્યા પછી કોઇ સુસાઇડ નોટ ન મળતા આ મામલાની તપાસ મુંબઇ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જો કે તેમની મૃત્યુ પછી પટના સ્થિતિ તેમના પરિવારે પટનામાં આ મામલે ફરિયાદ નોંધાવી છે અને અભિનેત્રી રિયા ચક્રવર્તી પર આત્મહત્યા માટે પ્રેરિત સમેત અનેક ગંભીર આરોપ લગાવ્યા છે.

જે મામલે હવે પટના પોલીસ તપાસ માટે મુંબઇ આવી છે. આ મામલે વિવાદ વધતા સીબીઆઇની તપાસ કરવાની પણ માંગણી કરી છે. જો કે ગૃહમંત્રી અનિલ દેશમુખે આ મામલે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નિષ્પક્ષ અને ત્વરિત તપાસ કરી સત્ય સામે લાવવાનો ભરોસો આપ્યો છે.
Published by: Chaitali Shukla
First published: August 3, 2020, 8:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading