મુંબઈ : પરેલની એક સોસાયટી ઇન-હાઉસ ICU અને આઇસોલેશન સુવિધા ઊભી કરશે

મુંબઈ : પરેલની એક સોસાયટી ઇન-હાઉસ ICU અને આઇસોલેશન સુવિધા ઊભી કરશે
ફાઇલ તસવીર

સોસાયટીના ક્લબ હાઉન અને પાર્ટી હાઉસમાં ICU અને આઇસોલેશન રૂમ તૈયાર કરશે, ખાલી ફ્લેટ્સમાં ક્વૉરન્ટીન સુવિધા ઊભી કરાશે.

 • Share this:
  મુંબઈ : હાલ કોરોના મહામારી (Corona Pandemic)ને કારણે હૉસ્પિટલો (Hospitals)માં જગ્યા નથી. આ સમયે મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલી એક સોયાટીએ પોતાના સભ્યો માટે ઇનહાઉસ આઇસોલેશન (In-House Isolation Facility)અને આઈસીયૂ (ICU)ની સુવિધા ઊભી કરવાનું નક્કી કર્યું છે. આ માટે સોસાયટીના ક્લબ હાઉસ, પાર્ટી હોલ અને ખાલી પડેલા ફ્લેટ્સ ઉપયોગમાં લેવામાં આવશે. આ સોસાયટીના ચાર ઊંચા ટાવરમાં આશરે 650 પરિવાર રહે છે. આ રીતે સોસાયટીના લોકોએ સ્વાસ્થ્યને લગતી સેવા મળી રહી તે માટે ઇનહાઉસ જ વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે.

  હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે અશોક ટાવર્સની મેનેજિંગ કમિટીના સભ્ય ડૉક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, "અમે અમારી સોસાયટીના ક્લબહાઉસ અને પાર્ટી હોલમાં ICU બેડ સેટ કરવાનું વિચાર રહ્યા છીએ. આ સંકટની ઘડીમાં સરકાર તો મદદ કરી જ રહી છે પરંતુ અમે અમારી રીતે પણ તૈયારી કરી રહ્યા છીએ."  આ પણ વાંચો : સુરતમાં સ્કૂલોએ ઓનલાઇન શિક્ષણ શરૂ કરતા જ ફીના ઉઘરાણ શરૂ કર્યાં, વાલીઓનો વિરોધ

  આ શુભ વિચાર અશોક ટાવર્સમાં રહેતા 20 જેટલા મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આવ્યો હતો. હાલ તેમણે તેમના વિચારને આખરી સ્વરૂપ નથી આપ્યું પરંતુ તેમનો વિચાર છે કે બિલ્ડિંગમાં જ પાંચ આઇસોલેશન બેડ અને ત્રણ આઇસીયૂ બેડ ઊભા કરવા. આ જગ્યામાં ખૂબ જ ક્રિટિકલ હોય તેવા નહીં પરંતુ જેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળે છે તેમની સારવાર થશે. સોસાયટીના લોકોનું કહેવું છે કે જો તેમની સોસાયટીમાં કોઈ કોરોના પોઝિટિવ કેસ આવે તો તેવા કેસમાં તેને સોસાટીમાં જ સારવાર આપીને સરકારી અને ખાનગી હૉસ્પિટલો પર ભારણ ઘટાડી શકાય છે.

  આ પણ વાંચો : અરમાન રાઠોડ : ડાન્સના હુનરથી વલસાડનો ગરીબ યુવક રાતોરાત સેલિબ્રિટી બની ગયો

  હાલના તબક્કે અશોક ટાવર્સમાં ચાર લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ ચારમાંથી એકને જ હૉસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી છે. બીએમસીના ડેટા પ્રમાણે કોરોના પોઝિટિવ આવેલા 50 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી. તેમાંથી પણ ફક્ત 10 ટકા લોકોને જ હૉસ્પિટલમાં સારવારની જરૂર પડે છે.

  આ ઉપરાંત અશોક ટાવર્સના લોકો બિલ્ડિંગની અંદર જ ક્વૉરન્ટીન સુવિધા ઊભી કરવાનું વિચાર રહ્યા છે. આ માટે બિલ્ડિંગમાં ખાલી પડેલા ફ્લેટ્સનો ઉપયોગ કરવામાં આવશે. આ ફ્લેટ્સમાં જેમને કોરોનાના હળવા લક્ષણો હોય અથવા લક્ષણો વગરના દર્દીઓ રહી શકશે. આઇસીયૂ તેમજ આઇસોલેશ માટે જરૂરી સાધનસામગ્રી સોસાયટી તરફથી ખરીદવામાં આવશે.

  મુંબઈમાં નવમી જૂન સુધીની સ્થિતિ પર નજર કરીએ તો કોવિડ-19 માર્ટ રિઝર્વ રાખવામાં આવેલી 75 ટકા બેડ ફૂલ થઈ ગઈ છે. 17,835 બેડ સામે 13,390 બેડ રોકાયેલી છે. જ્યારે આઈસીયૂ બેડમાંથી 99 ટકા બેડ રોકાયેલી છે, જ્યારે 96 ટકા વેન્ટિલેટર્સ પણ રોકાયેલા છે.

  આ પણ વાંચો : રાજકોટમાં તમે વિચારી પણ ન શકો એવી એવી જગ્યાએ કારમાં સંતાડ્યો હતો દારૂ
  Published by:Vinod Zankhaliya
  First published:June 12, 2020, 17:17 pm

  ટૉપ ન્યૂઝ