Home /News /national-international /મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, વર્લીથી શિવસેનાના 3000 સમર્થકો એકનાથ શિંદે જૂથમાં જોડાયા

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, વર્લીથી શિવસેનાના 3000 સમર્થકો એકનાથ શિંદે જૂથમાં જોડાયા

એકનાથ શિંદે (ફાઈલ ફોટો)

મુંબઈના વર્લી વિસ્તારમાંથી શિવસેનાના લગભગ 3000 સભ્યો રવિવારે એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે. આદિત્ય ઠાકરે મુંબઈના વર્લી વિસ્તારથી ધારાસભ્ય છે. આ બધું ત્યારે થયું જ્યારે દશેરા રેલી પહેલા ઠાકરે જૂથને હાલમાં જ બોમ્બે હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી હતી.

વધુ જુઓ ...
  મુંબઈ: ઉદ્ધવ ઠાકરેને ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈના વર્લી વિસ્તારમાંથી શિવસેનાના લગભગ 3000 સભ્યો રવિવારે એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે. આદિત્ય ઠાકરે મુંબઈના વર્લી વિસ્તારથી ધારાસભ્ય છે. આ બધું ત્યારે થયું જ્યારે દશેરા રેલી પહેલા ઠાકરે જૂથને હાલમાં જ બોમ્બે હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી હતી. બોમ્બે હાઈકોર્ટના ચુકાદા બાદ ઠાકરે જૂથના સભ્યોમાં મોટી નિરાશા દેખાતી હતી. જો કે, આ ઘટના પર હાલમાં આદિત્ય ઠાકરે કે ઉદ્ધવ ઠાકરેનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. જો કે, હવે દશેરાની રેલીને લઈને શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને આવી જશે.

  ઉદ્ધવ ઠાકરેની મહારાષ્ટ્ર સરકાર જૂનમાં પડી ગઈ હતી. જ્યારે તત્કાલિન શિવસેના ધારાસભ્ય એકનાથ શિંદે અને શિવસેનાના 39 અન્ય બળવાખોર મહાવિકાસ અઘાડી સરકારની વિરુદ્ધમાં ઊભા થયા હતા. એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય એનપીસી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની શિવસેના વિરુદ્ધમાં હતાં.

  આ પણ વાંચો: બિહાર: પોતાના જ વિભાગના અધિકારીઓને ચોર કહેનારા મંત્રીએ આપ્યું રાજીનામું, રાજકારણમાં ખળભળાટ મચ્યો

  મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના થોડા દિવસ બાદ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે રાજીનામા આપી દીધા અને એકનાથ શિંદે સીએમ બની ગયા અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવ્યા. ત્યાર બાદથી એકનાથ શિંદે જૂથ અને ઠાકરે જૂથ, બંને પક્ષ આમને સામને છે. બંને પક્ષની વચ્ચે આ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ક્યા જૂથની શિવસેના છે.  હાલમાં જ બંને જૂથને બોમ્બે હાઈકોર્ટમાં પાર્ટીની વાર્ષિક દશેરા રેલીની મેજબાની કોણ કરશે, તેને લઈને દલીલ રજૂ કરતા જોવા મળ્યા હતા. જો કે, કોર્ટે ઠાકરે જૂથને દશેરા રેલી કરવાની મંજૂરી આપી નથી.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Maharashtra, Shivsena

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन