'ઇતના સન્નાટા ક્યોં હૈ ભાઇ?' દિવાળી પર શિવસેનાનો કટાક્ષ

News18 Gujarati
Updated: October 28, 2019, 3:42 PM IST
'ઇતના સન્નાટા ક્યોં હૈ ભાઇ?' દિવાળી પર શિવસેનાનો કટાક્ષ
ઉદ્ધવ ઠાકરે

  • Share this:
શોલે ફિલ્મમાં રહીમ ચાચાનો પ્રખ્યાત ડાયલૉગ "...ઇતના સન્નાટા ક્યો હૈ ભાઇ?" તો તમને યાદ જ હશે. તેનો ઉપયોગ કરી મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન સહયોગી શિવસેનાએ દેશની આર્થિક મંદીની લઇને કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. શિવસેનાએ તેના મુખપત્ર સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે ઇતના સન્નાટા ક્યો હૈ ભાઇ આ ડાયલૉગને લઇને પાર્ટીએ દેશ અને મહારાષ્ટ્રમાં છવાયેલી આર્થિક મંદી પર ટિપ્પણી કરી છે.

શિવસેનાનું મુખ્યપત્ર સામના આ પહેલા પણ કાર્ટૂન અને વ્યંગ દ્વારા પોતાના વિચારો રજૂ કરતું આવ્યું છે. આ પરંપરા તેમના બાલ ઠાકરેના સમયથી ચાલી આવે છે. ત્યારે દેશભરમાં મંદીની અસર દિવાળી સમયે બજારોમાં સ્પષ્ટ દેખાય છે. તેણે સરકારને નોટબંધી અને અયોગ્ય રીતે જીએસટી લાગુ કરવા માટે જવાબદાર ગણાવી છે. સામના લખ્યું છે કે મંદીના ડરથી બજારની રોનક જતી રહ છે. વેચાણમાં 30 થી 40 ટકાની ઘટ આવી છે. ઉદ્યોગોની હાલત ખરાબ છે. લોકોની નોકરીઓ જઇ રહી છે.

સામનામાં વધુ લખ્યું છે કે અનેક બેંકોની હાલત ખરાબ છે. તે નાણાંકીય સંકટથી પસાર થઇ રહ્યા છે. લોકોને પાસે ખર્ચો કરવા માટે પૈસા નથી. સામનામાં વધુમાં લખ્યું છે કે બીજી તરફ સરકાર ભારતીય રિઝર્વ બેંકથી નાણાં નીકાળવા માટે મજબૂર થઇ છે. દિવાળીમાં બજારોમાં સન્નાટો છે. પણ વિદેશી કંપનીઓ ઓનલાઇન શોપિંગથી દેશના પૈસા તેની તિજોરીમાં ભરી રહી છે.

વળી કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને નુક્શાન પહોંચાડ્યું છે. જેનાથી તેમની સ્થિતિ વધુ ખરાબ થઇ છે. વળી સંપાદકીયમાં દાવો કરવામાં આવ્યો છે કે દિવાળી પહેલા થયેલા રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પણ શોર ઓછું સન્નાટો વધારો હતો.
First published: October 28, 2019, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading