મહારાષ્ટ્ર: કોંગ્રેસ, NCP અને શિવસેનાના ધારાસભ્યોએ શપથ લીધા, કોઈ અન્યને સમર્થન નહીં આપું

News18 Gujarati
Updated: November 26, 2019, 7:15 AM IST
મહારાષ્ટ્ર: કોંગ્રેસ, NCP અને શિવસેનાના ધારાસભ્યોએ શપથ લીધા, કોઈ અન્યને સમર્થન નહીં આપું
કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાના ધારાસભ્યોએ બીજેપીને ફાયદો થાય તેવું કોઈ કામ નહી કરવાના શપથ લીધા

ધારાસભ્યોએ શપથ લીધા, હું શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં પોતાની પાર્ટી પ્રત્યે ઈમાનદાર રહીશ. મને કોઈ પણ વસ્તુથી લાલચ નહી હોય. હું એવુ કઈ જ નહી કરૂ, જેનાથી બીજેપીને ફાયદો થાય.

  • Share this:
શિવસેના-એનસીપી-કોંગ્રેસ (Shiv Sena-NCP-Congress)ના તમામ ધારાસભ્યો સોમવારે મુંબઈ હોટલ હયાતમાં ભેગા થયા. ધારાસભ્યોએ શપથ લીધા, હું શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં પોતાની પાર્ટી પ્રત્યે ઈમાનદાર રહીશ. મને કોઈ પણ વસ્તુથી લાલચ નહી હોય. હું એવુ કઈ જ નહી કરૂ, જેનાથી બીજેપીને ફાયદો થાય. આ દરમિયાન સમાજવાદી પાર્ટી સહિત અન્ય નાના દળોના ધારાસભ્યો પણ હાજર રહ્યા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - અમારા માટે રસ્તો ખાલી કરો
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપા, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના-રાકાંપા-કોંગ્રેસ ગઠબંધન માટે રસ્તો ખાલી કરો. તે અહીં હોટલ હયાતમાં ત્રણે દળના ધારાસભ્યોની પરેડમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન રાકાંપાના પ્રમુખ શરદ પવાર પણ હાજર રહ્યા.

રાજ્યપાલને પત્ર સોપ્યાના કેટલાક કલાક બાદ 162 ધારાસભ્યોની પરેડ કરાવવાનો નિર્ણય લેવાયો
પવારે કહ્યું કે, ભાજપાએ સત્તાને ઝુંટવી લેવા એવા રાજ્યોમાં પણ સત્તાનો દુરઉપયોગ કર્યો, જ્યાં મતદાતાઓએ તેમને જનાદેશ નહોતો આપ્યો. ત્રણ દળોના 'મહા વિકાસ અઘાડી'એ પોતાની શક્તિ દેખાડવા માટે મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં સોમવારે સાંજે 162 ધારાસભ્યોની પરેડ કરાવવાનો નિર્ણય કર્યો. આ પગલાની જાહેરાત ત્રણે દળોના નેતાઓ દ્વારા પોતાની પાસે સરકાર રચના માટે આવશ્યક સંખ્યા હોવાનો દાવો કરવા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પત્ર સોંપવાના થોડા કલાક બાદ કરવામાં આવી.અમે માત્ર 162 નથી, 162થી વધારે છીએ - અશોક ચવ્હાણ
પરેડમાં કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ પણ હાજર રહ્યા હતા, તેમણે કહ્યું, અમે માત્ર 162 નથી, 162થી વધારે છીએ. અમે બધા સરકારનો એક ભાગ હશુ. હું સોનિયા ગાંધીનો ધન્યવાદ વ્યક્ત કરૂ છુ જેમણે ભાજપાને રોકવા માટે આ ગઠબંધનની મંજૂરી આપી. તેમણે કહ્યું, રાજ્યપાલે અમને સરકાર રચવા માટે આમંત્રણ આપવું જોઈએ.તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટમાં શિવસેના-કોંગ્રેસ અને એનસીપી તરફથી અરજી પર આજે સુનાવણી થઈ ગઈ છે. સુપ્રીમકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે, સુપ્રીમકોર્ટ મંગળવારે પોતાનો નિર્ણય સંભળાવશે.
First published: November 25, 2019, 11:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading