Home /News /national-international /

Mumbai bank robbery: મુંબઈમાં બેંકના કર્મચારીને ગોળી મારીને Rs 2.5 લાખની લૂંટ, બનાવ સીસીટીવીમાં કેદ

Mumbai bank robbery: મુંબઈમાં બેંકના કર્મચારીને ગોળી મારીને Rs 2.5 લાખની લૂંટ, બનાવ સીસીટીવીમાં કેદ

એસબીઆઈ બેંકમાં લૂંટ

Mumbai SBI robbery: બુધવારે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની મુંબઈના દહિસર (વેસ્ટ) બ્રાંચ ખાતે લૂંટનો બનાવ બન્યો છે. અહીં હથિયાર સાથે બે લૂંટારુ ધસી આવ્યા હતા. જેમણે કોવિડ-19થી બચવા માટે મોઢા પર માસ્ક પહેરી રાખ્યા હતા.

    મુંબઈ: મુંબઈમાં બેંકમાં લૂંટ અને હત્યાનો કેસ (Mumbai loot with murder case) બન્યો છે. બુધવારે બપોર બાદ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State bank of India robbery)ની એક બ્રાંચમાં આ બનાવ બન્યો હતો. અહીં બે લૂંટારુએ બેંકના કર્મચારીની ગોળી મારીને હત્યા (Bank employee killed) કરી નાખી હતી. જે બાદમાં રોકડની લૂંટ (Bank robbery) કરીને નાસી ગયા હતા. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા બંને લૂંટારુંને ઝડપી પાડ્યા છે. ધોળા દિવસે બેંકમાં લૂંટનો બનાવ બનતા લોકોમાં પણ ડરની લાગણી પ્રસરી ગઈ છે. આ મામલે પોલીસ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ આખો બનાવ બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ (SBI robbery CCTV footage) થઈ ગયો છે.

    દહિસર (વેસ્ટ)ની બ્રાંચ ખાતે બન્યો બનાવ

    બુધવારે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની મુંબઈના દહિસર (વેસ્ટ) બ્રાંચ ખાતે લૂંટનો બનાવ બન્યો છે. અહીં હથિયાર સાથે બે લૂંટારુ ધસી આવ્યા હતા. જેમણે કોવિડ-19થી બચવા માટે મોઢા પર માસ્ક પહેરી રાખ્યા હતા. બંનેએ બેંકના કેશિયર પાસેથી 2.5 લાખ રૂપિયાનો લૂંટ ચલાવી હતી. લૂંટ દરમિયાન લૂંટારુએ કરેલા ફાયરિંગમાં બેંકના એક કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત નિપજ્યું છે. મૃતકની ઉંમર 25 વર્ષ કહેવામાં આવી રહી છે.

    બપોર બાદ બન્ય બનાવ

    આ બનાવ બપોરના 3:26 વાગ્યે બન્યો હતો. આ બેંક દહિસર વિસ્તારમાં જયવંત સાવંત રોડ (Jaywant Sawant Road) ખાતે એમએચબી કોલોનીમાં આવેલી છે. અહીં બે લૂંટારુ બેંકમાં લૂંટના ઇરાદા સાથે ધસી આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ બેંકના કેશિયર તરફ હાથમાં રહેલી પિસ્ટલ તાકી હતી.

    કર્મચારીને ગોળી મારી દીધી

    જે બાદમાં લૂંટારુએ બેંકના એક કર્મચારીને ગોળી મારી દીધી હતી. કર્મચારીની ઓળખ સંદેશ ગોમાને (Sandesh Gomane) તરીકે કરવામાં આવી છે. સંદેશ બેંકમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યો હતો. પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, "લૂંટારુએ સંદેશની છાતીમાં ગોળી મારી દીધી હતી. હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું."

    બનાવ સીસીટીવીમાં કેદ



    પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, બંને વ્યક્તિએ મોઢા પર માસ્ક પહેરી રાખ્યું હતું. એક વ્યક્તિએ ઓળખ છૂપાવવા માથા પર ટોપી પહેરી રાખી હતી, જ્યારે અન્ય વ્યક્તિએ સ્કાર્ફ બાંધી રાખ્યું હતું. લૂંટ બાદ બંને રોકડ રકમ સાથે ફરાર થઈ ગયા હતા.

    આ પણ વાંચો: 'હું નિર્દોષ છું': સુરતમાં બાળકી પર રેપ-હત્યા કેસમાં આજીવન કેદની સજા સાંભળીને આરોપીએ જજ તરફ ફેંક્યું ચંપલ

    બેંકમાં લૂંટનો બીજી બનાવ

    ઉલ્લેખનીય છે કે મુંબઈમાં આ રીતે બેંક લૂંટવાનો વર્ષનો આ બીજો બનાવ છે. આ પહેલા જુલાઈ મહિનામાં લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. જેમાં લૂંટારુએ વિરાર (ઇસ્ટ) ખાતે આવેલી આઈસીઆઈસીઆઈ બેંકના ડેપ્યુટી મેનેજરની હત્યા કરી નાખી હતી. આ બનાવમાં બેંકનો કેશિયર ઘાયલ થયો હતો. આ હુમલો બેંકના પૂર્વ મેનેજર તરફથી કરવામાં આવ્યો હતો. જેણે બેંકમાંથી 3.38 લાખ કરોડનું સોનું લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Loot, એસબીઆઇ, ગુનો, મુંબઇ

    આગામી સમાચાર