Home /News /national-international /શરમજનક: મહિલા પત્રકારે બિંદી નહોતી લગાવી, સંભાજી ભિડેએ વાત કરવાની ના પાડી દીધી

શરમજનક: મહિલા પત્રકારે બિંદી નહોતી લગાવી, સંભાજી ભિડેએ વાત કરવાની ના પાડી દીધી

sambhaji bhide (file photo)

દક્ષિણ પંથી નેતા સંભાજી ભિડે ફરી એક વાર વિવાદોમાં આવ્યા છે. તેમણે એક મહિલા પત્રકાર સાથે વાત કરવાની ના પા઼ડી દીધી હતી.

    મુંબઈ: દક્ષિણ પંથી નેતા સંભાજી ભિડે ફરી એક વાર વિવાદોમાં આવ્યા છે. તેમણે એક મહિલા પત્રકાર સાથે વાત કરવાની ના પા઼ડી દીધી હતી. કારણ કે, તેમણે બિંદી લગાવી નહોતી. પોતાના નિવેદનોને લઈને મોટા ભાગે વિવાદોમાં રહેતા સંભાજી ભિડેએ કહ્યું કે, મહિલા ભારત માતા જેવી હોય છે, ત્યારે આવા સમયે બિંદી નહીં લગાવીને તેને વિધવાની માફક ન જોવી જોઈએ. ઘટના સાથે જોડાયેલ એક વીડિયો વાયરલ થયા બાદ મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે તેના પર સંજ્ઞાન લીધું છે. મહિલા આયોગે સંભાજી ભિડેને નોટિસ ફટકારતા સ્પષ્ટીકરણ માગ્યું છે. મહિલા પત્રકારે કહ્યું કે, બિંદી લગાવવી કે નહીં તે તેમની મરજી છે, કારણ કે તે એક લોકતાંત્રિક દેશમાં રહે છે.

    આ પણ વાંચો: મહારાષ્ટ્ર: શિંદે સરકારનો મોટો નિર્ણય, સંજય રાઉત સહિત વિપક્ષના 15 નેતાઓની સુરક્ષા હટાવી દીધી

    સંભાજી ભિડે બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરીને મંત્રાલય પહોંચ્યા હતા. સોશિયલ મીડિયાાં તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સંભાજી ભિડે એક ટીવી ચેનલની મહિલાની પત્રકારને એવું કહેતા દેખાયા હતા કે, પહેલા બિંદી લગાવીને આવો, પછી મારી બાઈટ લેજો. તેની સાથે જ તેમણે મહિલા પત્રકાર સાથે વાત કરવાની ના પાડી દીધી હતી. સંભાજી ભિડે ઉર્ફ ગુરુજીએ આગળ કહ્યું કે, મહિલા ભારત માતાની માફક હોય છે, ત્યારે આવા સમયે બિંદી નહીં લગાવીને તેમને વિધવા માફક ન જોઈ શકાય. રાજ્ય મહિલા આયોગે તેના પર સંજ્ઞાન લેતા સંભાજી ભિડેને નોટિસ મોકલી છે. આયોગના અધ્યક્ષ રુપાલી ચાકણકરે નોટિસમાં કહ્યું છે કે, આપે એક મહિલા પત્રકાર સાથે વાત કરવાની ના પાડી છે, કારણ કે તેણે માથા પર બિંદી નહોતી લગાવી. એક મહિલાની ઓળખાણ તેના કામની ગુણવત્તાથી થાય છે. આપનું નિવેદન મહિલાનું સન્માન અને સામાજિક પ્રતિષ્ઠાને નીચું દેખાડવા જેવું છે.


    મહિલા આયોગની અધ્યક્ષ રુપાલી ચાકરણકર તરફથી નોટિસમાં ભિડેના આ નિવેદન પર સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે. તો વળી મહિલા પત્રકારે બાદમાં ટ્વિટ કર્યું છે કે, હું બિંદી લગાવું કે ન લગાવું તે નક્કી કરવાનો મારો અધિકાર છે. હું એક લોકતાંત્રિક દેશમાં રહું છું. તો વળી મહિલા આયોગની પ્રમુખ રુપાલી ચાકરણકરે કહ્યું છે કે, સંભાજીના નિવેદનથી સમાજના દરેક વર્ગમાંથી નારાજગી ભરેલી ટિપ્પણી આવી રહી છે. જેના પર સંજ્ઞાન લેવામાં આવ્યું છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: મુંબઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन