Mumbai Nirbhaya: સાકીનાકાની રેપ પીડિતાએ હોસ્પિટલમાં તોડ્યો દમ, ગુપ્તાંગમાં નાખી દીધો હતો સળિયો

આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.તપાસમાં જાણવા મળ્યું છે કે, બળાત્કાર બાદ તે મહિલાને મારી નાખવા માંગતો હતો, તેથી તેણે ગુપ્તાંગમાં સળિયો નાંખી દીધો હતો.

આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.તપાસમાં જાણવા મળ્યું છે કે, બળાત્કાર બાદ તે મહિલાને મારી નાખવા માંગતો હતો, તેથી તેણે ગુપ્તાંગમાં સળિયો નાંખી દીધો હતો.

  • Share this:
    મુંબઈ: મુંબઈના સાકીનાકા વિસ્તારમાં  (Saki Naka Rape Victim) રસ્તા કિનારે લોહીથી લથપથ બેભાન હાલતમાં મળેલી બળાત્કાર પીડિતાનું મોત થઇ ગયુ છે. ટેમ્પોની અંદર 34 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ઘટના બાદ મહિલાની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, તેને વેન્ટિલેટર પર રાખવી પડી હતી. આ ઘટના 2012ના 'નિર્ભયા' (Nirbhaya) કેસની યાદ અપાવે છે.

    આરોપી મોહન ચૌહાણની ધરપકડ

    પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ મહિલાના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાંખીને લોહીલુહાણ કરી દીધો હતો અને પછી તેને રસ્તા પર ફેંકી દીધી હતી જે બાદ ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને મહિલા લોહીથી લથપથ મળી આવી હતી. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં લગભગ 33 કલાક સુધી જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડનાર મહિલાએ અંતે દમ તોડી દીધો. તે જ સમયે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનાના થોડા કલાકોમાં જ આરોપી મોહન ચૌહાણની (45) ધરપકડ કરવામાં આવી હતી.

    3.30 કલાકે મોડી રાતે કંટ્રોલ રૂમમાં  ફોન આવ્યો હતો

    પોલીસના જણાવ્યા અનુસાર, તેઓને મોડી રાત્રે લગભગ 3.30 વાગ્યે કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક મહિલા લોહીથી લથપથ છે, અને બેભાન અવસ્થામાં સાકાનાકીના ખૈરાની રોડ પર મળી આવી છે. ઘટનાની ગંભીરતા જોતાં જ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

    મહિલાની હાલત અત્યંત નાજુક હતી

    સૌ પ્રથમ બેભાન 30 વર્ષીય યુવતીને સારવાર અર્થે મુંબઈના રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં મહિલાની હાલત અત્યંત નાજુક જણાવવામાં આવી હતી. પોલીસે આરોપીઓની સામે આઈપીસીની કલમ 376 અને 307 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ કેસમાં પોલીસને એક મોટી સફળતા પણ મળી હતી. આ કેસના એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પણ પોલીસને આશંકા છે કે, આ કેસમાં અન્ય શખ્શોની પણ સંડોવણી હોઈ શકે છે. પોલીસ ઝડપાયેલ આરોપી સામે આઈપીસીની કલમ 307, 376, 323 અને 504 હેઠળ ગુનો નોંધ્યો છે.

    આ પણ વાંચો : MP: એવું તો શું થયું કે, પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓને કપડાં કાઢવાનું કહી દીધુ, નોંધાયો ગુનો

    પીડિતાને  મારી નાંખવા માટે ગુપ્તાંગમાં સળિયો નાંખ્યો હતો

    આ અંગે સાકીનાકા પોલીસ સ્ટેશનના સીપીઆઈ બળવંત જાધવે જણાવ્યું હતું કે, આરોપી ચૌહાણને સજા અપાવવામાં સીસીટીવી ફૂટેજ નિર્ણાયક પુરાવા સાબિત થશે. આરોપીને પકડ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી અને વીડિયો ફૂટેજ બતાવ્યા હતા અને આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીને મહિલા રસ્તા પર ચાલતી જોવા મળી હતી. બળાત્કાર બાદ તે મહિલાને મારી નાખવા માંગતો હતો, તેથી તેણે ગુપ્તાંગમાં સળિયાથી હુમલો કર્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published: