Home /News /national-international /

મુંબઈમાં મોટી દુર્ઘટના: સેકન્ડોમાં ધરાશાયી થઇ ગઇ ચાર માળની બિલ્ડિંગ, જુઓ live video

મુંબઈમાં મોટી દુર્ઘટના: સેકન્ડોમાં ધરાશાયી થઇ ગઇ ચાર માળની બિલ્ડિંગ, જુઓ live video

Mumbai Latest video: વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, માત્ર 10 જેટલી જ સેકન્ડોમાં આ બિલ્ડિંગ પત્તાની જેમ ધરાશાયી થઇ ગઇ છે.

Mumbai Latest video: વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, માત્ર 10 જેટલી જ સેકન્ડોમાં આ બિલ્ડિંગ પત્તાની જેમ ધરાશાયી થઇ ગઇ છે.

    મુંબઈ: મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) મોટી દુર્ઘટના (Mumbai building collapse) થઇ છે. મુંબઈના બોરીવલી વેસ્ટના સાંઈબાબા નગર (Saibaba nagar) વિસ્તારમાં ગીતાંજલિ ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. જેના કારણે આખા વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ દૂર્ઘટનામાં રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઈમારતના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ બિલ્ડિંગ ઘણી જ જર્જરિત હાલતમાં હતી. જેના કારણે, બીએમસીએ આ બિલ્ડિંગ ત્યાં રહેતા રહેવાસીઓ પાસેથી ખાલી કરાવી દીધી હતી.

    હાલ મળતી માહિતી પ્રમાણે, અકસ્માતમાં ઘાયલ કે મૃતકોની સંખ્યા હજુ સામે આવી નથી. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત ટીમો બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

    આ દૂર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, માત્ર 10 જ જેટલી સેકન્ડોમાં આ બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ છે. નોંધનીય છે કે, આ બિલ્ડિંગ ઘણી જ જર્જરિત હોવાને કારણે લોકોને પહેલેથી અંદાજો હતો કે, આ ધરાશાયી થઇ જશે અને એજ થયું. થોડી જ સેકન્ડોમાં આ ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ.

    પત્નીએ શરીર સંબંધ બાંધવાનો ઇન્કાર કરતાં પતિએ મિત્રની મદદથી કર્યો કાંડ
    અન્ય સમાચાર

    કોલકાતાની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટી (Kolkata’s prestigious St. Xavier’s University)એ તાજેતરમાં યુનિવર્સિટીના એક આસિસ્ટન્ટ પ્રોફેસરને ઇન્સ્ટાગ્રામ પર સ્વિમસૂટમાં તસવીરો (posting pictures in swimsuit ) પોસ્ટ કરવા બદલ રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી અને તે પણ યુનિવર્સિટીમાં તેના જોઇનિંગ પહેલા. ત્યારથી જ સોશિયલ મીડિયામાં આ વાતની ટીકા થઈ હતી. સોશિયલ મીડિયા (Facebook) છેલ્લા બે દિવસથી 'ટેક ધેટ ઝેવિયર્સ' (#takethatxaviers) હેશટેગથી છવાયેલું છે. આ યાદીમાં મેન્ટલ હેલ્થ એક્ટિવિસ્ટ રત્નાબોલી રે, સાઇકોલોજિસ્ટ પાયોશની મિત્રા, પૂર્વ પ્રેસિડન્ટ અને એક સમયના એસએફઆઇ લીડર અનીષા પાલ, એક્ટર બિદિપ્તા ચક્રવર્તી અને અન્ય લોકો પણ સામેલ છે.  (સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Live video, Mumbai News, દેશવિદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन