Home /News /national-international /સ્પેશિયલ 26 ની સ્ટાઈલમાં વેપારીના ઘરમાં ઘૂસ્યા ચોર, ઈન્કમટેક્સ અધિકારી બની ચલાવી લાખોની લૂંટ, જાણો સંપૂર્ણ ઘટના

સ્પેશિયલ 26 ની સ્ટાઈલમાં વેપારીના ઘરમાં ઘૂસ્યા ચોર, ઈન્કમટેક્સ અધિકારી બની ચલાવી લાખોની લૂંટ, જાણો સંપૂર્ણ ઘટના

મુંબઈમાં ફિલ્મ સ્પેશ્યલ 26ની સ્ટાઈલમાં લૂંટ

મુંબઈ (Mumbai) માં ફિલ્મ સ્પેશ્યલ 26 (film Special 26) ની સ્ટાઈલમાં લૂંટ (Robbery), ચોર (Theft) ગેંગ ઈન્કમ ટેક્સ ઓફિસર (Incom Tax Officer) બની વેપારીના ઘરમાં ઘુસ્યા અને લાખો રૂપિયા ઘરમાંથી શોધી રફૂચક્કર થઈ ગયા. જુઓ કેવી રીતે આખો મામલો સામે આવ્યો.

વધુ જુઓ ...
નવી દિલ્હી : ચોરોએ હવે ચોરી અને લૂંટ માટે નવી પદ્ધતિ અપનાવી છે. શાતીર ચોર હવે તેમનો પ્લાન પાર પાડવા માટે ફિલ્મી સ્ટાઈલો (film Special 26 style theft) અપનાવી રહ્યા છે. ફિલ્મની કહાનીની જેમ છેલ્લા કેટલાક દિવસોમાં દેશના અલગ-અલગ શહેરોમાં લૂંટની અનેક ઘટનાઓ સામે આવી છે. શુક્રવારે આર્થિક નગરી મુંબઈ (Mumbai) માંથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં આવકવેરા અધિકારી બનીને કેટલાક ચોરોએ એક વેપારીના ઘરમાં ઘૂસીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી.

મળતી માહિતી મુજબ, કેટલાક લોકો ફોર્મલ ડ્રેસમાં મુંબઈમાં એક બિઝનેસમેનના ઘરે પહોંચ્યા હતા. તે સમયે ઘરમાં માત્ર વેપારીની માતા જ હાજર હતી. વેપારી અને તેની પત્ની ઘરની બહાર હતા. શાતીર ચોરોએ વૃદ્ધ મહિલાને તેમનું નકલી આઈડી કાર્ડ બતાવ્યું અને પોતાને ઈન્કમટેક્સ ઓફિસર તરીકે ઓળખાવ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચોરોએ મહિલાને નકલી વોરંટ પણ બતાવ્યું હતું.

નકલી વોરંટ બતાવીને ઘરમાં તપાસ શરૂ કરી

ચોરોએ વેપારીની માતાને સર્ચ વોરંટ બતાવ્યું અને ઘરની શોધખોળ શરૂ કરી. લોકરમાંથી એક લાખ રોકડા મળી આવ્યા હતા. જ્યારે તેઓ તપાસ કરી રહ્યા હતા, ત્યારે વેપારીની પત્ની ઘરે પરત આવતા. ચોરોએ મહિલાનો ફોન લઈ લીધો અને તેને કહ્યું કે દરોડા અંગેની માહિતી ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે.

આવકવેરા વિભાગે દરોડાની વાત નકારી હતી

આખા ઘરની તલાશી લીધા બાદ ચોરોએ મહિલાને ફોન પરત કર્યો અને ફરાર થઈ ગયા. આ પછી મહિલાએ તેના પતિને આ સમગ્ર ઘટનાની જાણકારી આપી. આ અંગે વેપારીએ ઈન્કમટેક્સ ઓફિસમાં ફોન કર્યો ત્યારે તેમને ખબર પડી કે, આવી કોઈ કાર્યવાહીનો આદેશ આપવામાં નથી આવ્યો અને ના કોઈ દરોડા પાડવામાં આવ્યા.

આ પણ વાંચોમિત્રતાની ના પાડી તો, સાથે કામ કરતી મહિલા પર તિક્ષ્ણ હથિયારથી હુમલો, જુઓ ભયાનક VIDEO

આ પછી તરત જ વેપારીએ પોલીસને સંપૂર્ણ માહિતી આપી અને ફરિયાદ નોંધાવી. બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર માલિકને પકડી લીધો જેમાં ચોર આવ્યા હતા. આ મામલાની તપાસ કરતાં ખબર પડી કે, આ સમગ્ર ઘટના પાછળ ઘરમાં કામ કરતી મહિલાનો હાથ છે અને તેણે ઘરમાં રહેલી રોકડ અંગે ગેંગને જાણ કરી હતી. આ ઘટનામાં સંડોવાયેલા આઠમાંથી ચારની ધરપકડ કરવામાં આવી છે.
First published:

Tags: Maharashtra News, Maharashtra police, Mumbai Police મુંબઈ પોલીસ, Robbery case, Robbery gang, મહારાષ્ટ્ર, લૂંટ, લૂંટારૂ ગેંગ, લૂંટારૂ ટોળકી