Home /News /national-international /પીયૂષ ગોયલના ઘરે ચોરી, આરોપી નોકર ઝડપાયો, દસ્તાવેજ લીક થવાની આશંકા

પીયૂષ ગોયલના ઘરે ચોરી, આરોપી નોકર ઝડપાયો, દસ્તાવેજ લીક થવાની આશંકા

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ (ફાઇલ તસવીર)

નોકરે ચોરેલી હાર્ડડિસ્કની કેટલીક મહત્વપૂર્ણ માહિતી બીજા કોઈને મોકલી હોવાની શંકા

    નવી દિલ્હી : કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal)ના મુંબઈ (Mumbai)વાળા ઘરમાં ચોરી કરનારા આરોપીને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. તેમનું આ ઘર મુંબઈના નેપ્યેંસી રોડ પર છે. પોલીસના જણાવ્યા મુજબ, ઘરે કામ કરનારા એક નોકરે 15 કે 16 સપ્ટેમ્બરે ચોરી કરી હતી.

    બુધવારની સાંજે મુંબઈ પોલીસ (Mumbai Police)એ દિલ્હી (New Delhi)થી એક નોકરની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આરોપીનું નામ વિષ્ણુકુમાર વર્મા હોવાનું બહાર આવ્યું છે. તેની પાસેથી થોડાક પૈસા અને હાર્ડડિસ્ક (Hard Disk) મળી છે. પોલીસને આશંકા છે કે આરોપીએ પોતાના ફોનથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી કોઈને મોકલી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

    કહેવાય છે કે, આરોપી નોકર છેલ્લા 3 વર્ષથી કેન્દ્રીય મંત્રીના ઘરે કામ કરી રહ્યો હતો. હાલ આરોપીના ફોનને તપાસ સાઇબર સેલ (Cyber Cell) મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ ડિલિટ કરવામાં આવેલા ઈ-મૅલ (E-Mail)ની રિકવરીનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, આરોપીના સાથીઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો,

    જાદુટોણાંની આશંકામાં 6 વૃદ્ધોને માનવ મળમૂળ ખાવા મજબૂર કર્યા
    અરૂણ જેટલીના પરિવારે પૅન્શન લેવાનો ઇન્કાર કર્યો, જણાવ્યું આ કારણ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: PIyush Goyal, ગુનો, દિલ્હી, પોલીસ, મુંબઇ, લૂંટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन