મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ શુક્રવારે મુંબઈમાં ભારે વરસાદ માટે હાઈએલર્ટ જાહેર કર્યું છે. હકીકતમાં, શહેરમાં 13-14 જૂનના રોજ ખૂબ જ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાવચેતી રૂપે, નેવી, કોસ્ટગાર્ડ અને એનડીઆરએફને પણ ચેતવણી મોડ પર આવવાનું કહેવામાં આવ્યું છે.
બીએમસીએ તેના તમામ કર્મચારીઓને સમયસર ફરજ પર હાજર રહેવા જણાવ્યું છે. આ સિવાય બેસ્ટ અને અદાણી વીજ સબસ્ટેશનને હવામાન ચેતવણી પણ આપવામાં આવી છે. સિટી ફાયર બ્રિગેડને પણ એલર્ટ રહેવા જણાવ્યું છે.
હવામાન વિભાગની ચેતવણી બાદ બીએમસી એલર્ટ
બીએમસીનું આ પગલું શુક્રવારે હવામાન ખાતાની ચેતવણી પછી આવ્યું છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે, રવિવાર અને સોમવારે મુંબઇ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો, રાયગ અને રત્નાગિરિ માટે પણ આવી જ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે.
પહેલા વરસાદમાં જ પરિસ્થિતિ વધુ વણસી
મહત્વનું છે કે, 24 કલાકની અંદર 204.5 મીમીથી વધુ વરસાદ 'ખૂબ ભારે વરસાદ' તરીકે ગણવામાં આવે છે. બુધવારે શહેરમાં પ્રથમ વરસાદના કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિઓ સર્જાઇ હતી. વરસાદને કારણે મુંબઇના અનેક ભાગોમાં પાણી ભરાયા હતા, ટ્રાફિક પોલીસને ચાર સબવે બંધ કરવાની ફરજ પડી હતી, જ્યારે ઘણા ડ્રાઇવરોને તેમના વાહનોને રસ્તાઓ પર છોડી દેવાની ફરજ પડી હતી. લોકલ ટ્રેન સેવાઓ પર પણ વરસાદની અસર થઈ હતી, જે ફક્ત આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓ માટે રોકાયેલા કામદારો માટે જ હતી.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે ચોમાસા દરમિયાન 18 દિવસની ભરતી સંભાવના છે. આ સમય દરમિયાન દરિયામાં મોજાઓની ઉંચાઇ 10 મીટર સુધી જઈ શકે છે. તેમાંથી 6 દિવસ ફક્ત જૂન મહિનામાં જ છે, ત્યાંરે ભરતીનું જોખમ રહેલું છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર